સિબ્બલના ઘરે તોડફોડ પર ગાંધી પરિવારનું મૌન
નવી દિલ્હી, કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ગાંધી પરિવાર પર ઉઠાવેલા સવાલ બાદ યૂથ કોંગ્રેસના કાર્યકરોએ બુધવારે તેમના નિવાસ સ્થાનની બહાર દેખાવો કર્યા હતા અને ટામેટા પણ ફેંક્યા હતા.
આ હરકતને પક્ષના બીજા કોંગ્રેસી નેતાઓએ વખોડી કાઢી છે પણ હજી સુધી ગાંધી પરિવારના સભ્યોએ એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ બનાવ પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી. જેના પગલે પાર્ટીમાં આ મુદ્દે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે અને પૂછવામાં આવી રહ્યુ છે કે, શું કપિલ સિબ્બલની સામે થયેલા દેખાવોનુ ગાંધી પરિવાર સમર્થન કરે છે.
કપિલ સિબ્બલના ઘરની બહાર થયેલા દેખાવોને અત્યાર સુધીમં પી ચિદમ્બરમ, આનંદ શર્મા, મનિષ તિવારી વગેરેએ વખોડી કાઢ્યા છે.
દેખાવકારોએ કપિલ સિબ્બલના ઘરની બહાર દેખાવો કરતી વખતે ગેટ વેલ સૂન સિબ્બલના નારા પણ લગાવ્યા હતા અને કપિલના ઘર પર ટામેટા ફેંક્યા હતા અને તેમની કારની પણ તોડફોડ કરાઈ હતી.SSS