Western Times News

Gujarati News

સિમકાર્ડ અપડેટ માટે મેસેજ મોકલી ૮.૫૦ લાખની ઠગાઈ

Files Photo

અમદાવાદના રાણીપ વિસ્તારની ઘટના-ફોન કરનારે આઈડિયાનું કાર્ડ ૩જીમાંથી ૪જી કરાવવાનું કહ્યું, SMSનો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કર્યો
અમદાવાદ, ઠગાબાજોએ હવે સેલ્યુલર કંપનીનો આધાર લઈને લોકો સાથે ઠગાઈ કરવાની મોડ્‌સ ઓપરેન્ડી અપનાવી છે. ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડમાં પીએ તરીકે નોકરી કરતી મહિલાને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે આઈડિયાનું સીમકાર્ડ ૩જીમાંથી ૪જી કરાવવાનું કહું એસએમએસનો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કરી લીધો હતો. આ નંબર બેન્ક એકાઉન્ટ સાથે મર્જ કરેલો હોવાથી સાયબર ક્રાઇમ આચરતા મહિલાના ૮.૫૦ લાખ અન્ય એકાઉન્ટમાં મેળવી લઈ ઠગાઈ આચરી હતી.

રાણીપ ખાતે આવેલી શિવકુંજ સોસાયટીમાં રહેતા રેખાબહેન યાદવ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ ગાંધીનગર ખાતે પીએ તરીકે નોકરી કરે છે. ગત ૯મી જુનના રોજ તેમને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આઈડિયા કંપનીમાંથી બોલે છે તેવું કહ્યું હતું. બાદમાં સીમકાર્ડ થ્રિજીમાંથી ફોર જી નેટવર્ક કરવાનું હોય તો એક મેસેજ આવે તેમાં રૂ લખીને રીપ્લાય કરવાનો રહેશે. બાદમાં તેમનો ફોન બંધ થઇ ગયો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં નેટવર્ક આવી જશે તેવું આ શખશે કહ્યું હતું .જોકે છતાંય ફોન ચાલુ થયો ન હતો.

રેખાબહેને તાત્કાલિક આઈડિયાની ઓફિસે ગયા ત્યાંથી કહ્યું કે ,કંપની તરફથી આવા કોઈ ફોન મેસેજ નથી કરાયા. બાદમાં મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવાથી શંકાઓ જતા તેઓ બેંક એકાઉન્ટ તપાસયું હતું. ત્યારે રૂપિયા ઉપડી ગયાની જાણ થતા જ તેઓ તાત્કાલિક બેંકનો સંપર્ક સાધ્યો હતો. તો બેન્ક એકાઉન્ટમાંથી ગઠિયાઓએ અઢી લાખ ઉપરાંત પ્રિ એપૃવડ લોન કરાવી કુલ ૮.૫૦ લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં રેખાબહેને સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા હવે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.