સિમલામાં કાર ખીણમાં પલટી જતાં ચાર લોકોનાં મોત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Accidents.jpg)
Files Photo
શિમલા: હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લાના ચોપલ પેટા વિભાગના તાલુકા કુપવીની માઝોલી કૈંચી નજીક ગાડી ખીણમાં ઘૂસી જતા ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મળતી માહિતી મુજબ કારમાં સવાર પાંચ લોકો (એચપી -૦૮ બી -૯૦૦૭) હરિપુરધારથી તેમના ઘર તરફ આવી રહ્યા હતા. માઝોલી નજીક ડ્રાઇવરનું સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
ડ્રાઇવરે કાર બેફિકરાઇ અને ગફલત રીતે હંકારતા સ્ટેરિગ પરથી કાબુ ગુમાવતા કાર ખીણમાં પડી ગઇ હતી અને ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, અકસ્માત થતાં સ્થાતિક લોકો બચાવ કામે લાગી ગયાં હતા અને ખાડા પડેલી કારમાંથી ચાર મૃત્યુદેહને બહાર કાઢયા હતા. અને ઇજાગ્રસત થયેલા રણવીર સિંહને હરિપુરધર હોસ્પિટલથી આઈજીએમસી શિમલામાં સારવાર અર્થે માકલવામાં આવ્યો હતો
તેની હાલત ગંભીર છે. મરનાર ચાર લોકોની ઓળખ થઇ છે.જીવન સિંહ,રાજેન્દ્ર,રોશન,અને મંઝોલી વિધાના આ લોકોના કાર અકસ્માતમાં મોત થયાં છે. આ અકસ્માતની જાણ પોલીસને થઇ હતી પોલીસ ઘટના સ્થળે પહોચીને બચાવ કાર્ય હાથ ઘર્યું હતું .