Western Times News

Gujarati News

સિમેન્ટ-ટાઈલ્સના ભાવમાં ઉછાળો

(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં ધંધા-વ્યવસાયને વ્યાપક અસર થયેલી જાેવા મળી રહી છે. તો બીજી તરફ કંન્સ્ટ્રકશન વ્યવસાય ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતા મટીરીયલ્સના ભાવમાં છેલ્લા બે ત્રણ મહિનામાં ઉછાળો આવ્યો છે. ભાવ વધતા અને બજાર નહીં ખુલતા અનેક કોન્ટ્રાક્ટરો કામધંધાની શોધમાં લાગી ગયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં અનેક વ્યવસાયને અસર થઈ છે તેમાં કન્સ્ટ્રકશન વ્યવસાયનો સમાવેશ થાય છે.

પાછલા બે ત્રણ મહિનાથી સિમેન્ટના ભાવમાં પ૦ કિલોના રૂા.૩૮૦થી ૪૦૦નો ભાવ પહોંચ્યો છે. આ અગાઉ ભાવ રૂા.૩૬૦ની આસપાસ ફરતો હતો. તેનો મતલબ એ થયો કે પ૦ કિલોની થેલીનો ભાવ રૂા.ર૦ થી ૪૦ સુધી વધ્યો છે.

નાના-મધ્યમ કામ કરીને રોજી મેળવતા સેકડો કોન્ટ્રાક્ટરોને ભાવવધારો નડી રહ્યો છે. સિમેન્ટની છૂટક થેલી લેવા જાવ ત્યારે વેપારીઓ તેમની પાસેથી રૂા.૪૦૦ લેતા હોય છે. પરંતુ જાે મોટાપ્રમાણમાં ૯ થી ૧૦ થેલી ખરીદી કરે તો રૂા.૩૮૦ લેવામાં આવતા હોય છે.

એવી જ રીતે ટાઈલ્સના ભાવ પણ વધ્યા છે.ટાઈલ્સની ૧ પેટી પાછળ રૂા.ર૦નો વધારો થયો છે તો એક પેટીમાં ૧૦ નંગ આવતા હતા તે ઘટાડીને ૯ નંગ કરી નંખાયા છે. ફલોરીંગ ટાઈલ્સ સિવાય અન્ય ટાઈલ્સના ભાવ એક પેેટીએે રૂા.ર૦ વધી ગયા છે.આની અસર ખાસ કરીને મોટા બિલ્ડર્સને પડી શકે છે.

તેઓ મોટા જથ્થામાં જ માલસામાન ની ખરીદી કરતા હોવાથી અને મોટા પ્રોજેક્ટ હાથ ધરતા હોય છે. તેમને મોટી અસર વર્તાતી હોય છે. પાછલા ત્રણ-ચાર મહિનાથી અનેક નાના મધ્યમ કક્ષાના કોન્ટ્રાક્ટરોને કામ મળતા બંધ થઈ જતાં તેઓ નવરા થઈગયા છે.

અલબત્ત, ભાવવધારા માટે વેપારીઓ આગળથી ભાવ વધારો આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. કોરોના કાળમાં થતાં ભાવવધારા ધંધા-વ્યવસાયને અસર કરે છે. જેમાં નાના-મધ્યમ કક્ષાના કારીગરોનો મરો થાય છે. મોટા માથાઓને કામ-ધંધા મળી જ જતા હોય છે એવુ નાના વેપારીઓનું માનવુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.