સિમેન્સે 1000મું સ્ટીમ ટર્બાઈન સંપન્ન કરવાનું સિમાચિહ્ન પાર પડાયું
વડોદરા, સિમેન્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતેની તેની સ્ટીમ ટર્બાઈન ફેકટરીમાં માટે મહત્ત્વપૂર્ણ સિમાચિહ્ન સ્થપાયાની ઘોષણા ફેક્ટરીમાં 1000મા સ્ટીમ ટર્બાઈનનાં રોલઆઉટ સાથે કરવામાં આવી છે. 1000મુ ટર્બાઈન એ 29 મેગાવોટ (એમડબલ્યુ) વેસ્ટ હીટ રિકવરી સ્ટીમ ટર્બાઈન છે જે જેકે સિમેન્ટ માટે છે. જેકે સિમેન્ટ ભારતની વ્હાઈટ સિમેન્ટ બનાવતી બીજી સૌથી મોટી ઉત્પાદક છે. વેસ્ટ હીટ રિકવરી એ એક ઈકોનોમિક પદ્ધતિ છે જેના દ્વારા પ્લાન્ટની સમગ્રપણે કાર્યક્ષમતા વધે છે અને આમ, ઈંધણની માગ ઘટે છે.
સિમેન્સ લિ.નાં ગેસ એન્ડ પાવરનાં વડા ગર્ડ ડેઉસરે કહ્યું હતું, ‘સિમેન્સ દ્વારા તેની માર્કેટમાં મજબૂત સ્થિતિ ભારતનાં પાવર જનરેશન સેક્ટરમાં સિમેન્સ ટર્બાઈન્સ પર કાર્યરત જનરેટિંગ કેપેસિટી નોંધપાત્ર રીતે સ્થાપિત કરીને કરવામાં જાળવી રાખવામાં આવી છે. વર્તમાન સિમાચિહ્નથી સિમેન્સ ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ સ્પેસમાં વધુ મજબૂત સ્થિતિ પ્રાપ્ત કરી શકશે. સિમેન્સ પાસે ગ્રાહકોની આવશ્યકતાઓ પરિપૂર્ણ કરવા માટે એનર્જી વેલ્યુ ચેઈનનો બહોળો પોર્ટફોલિયો સામેલ છે.’
સિમેન્સ સ્ટીમ ટર્બાઈન ફેકટરી વડોદરામાં ડોમેસ્ટિક અને વિદેશનાં માર્કેટ્સ માટે 200 મેગાવોટના સ્ટીમ ટર્બાઈન્સનું ઉત્પાદન કરે છે. ફેક્ટરી કે જ્યાં વિશ્વસ્તરની સુવિધાઓ છે તે 2004થી કાર્યરત છે અને તેણે ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સમાં 2થી 100 મેગાવોટના સ્ટીમ ટર્બાઈન્સના ઉપયોગ માટે સેન્ટર ઓફ કોમ્પિટન્સ સ્થાપિત કર્યુ છે. 6500 સ્ક્વેર મીટર્સના વિસ્તારમાં વિસ્તરીત આ ફેક્ટરીમાં સિંગલ સ્ટેજ અને મલ્ટી સ્ટેજ સ્ટીમ ટર્બાઈન્સ ઈન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સનું ઉત્પાદન થાય છે તેમજ સેલ્સ એન્ડ રિપેર સર્વિસીઝ પણ આપવામાં આવે છે.
સિમેન્સ વિશ્વમાં સ્ટીમ ટર્બાઈન્સ માટે અગ્રણી સપ્લાયર્સમાંની એક છે. એક સદીથી, સિમેન્સ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ટેકનોલોજીની દૃષ્ટિએ આધુનિક સ્ટીમ ટર્બાઈન્સ નિર્મિત કરવામાં આવ્યા છે. સિમેન્સના સ્ટીમ ટર્બાઈન્સ દ્વારા મહત્તમ વિશ્વસનીયતા સાથે અને 48 ટકાથી વધુ સમગ્રપણે કાર્યક્ષમતા સાથે ઈન્ડસ્ટ્રી માપદંડો સ્થાપિત કરાયા છે. તે અત્યંત આકરા પર્યાવરણીય માપદંડો સાથે પણ કામ પાર પાડે છે. કંપની 50 Hzઅને 60 Hzસ્ટીમ ટર્બાઈન્સ સાથે સંપૂર્ણ સ્પેક્ટ્રમ ઓફર કરે છે.