સિયાચીનમાં પારો માઇનસ ૨૬: હાલત ખુબ જ ખરાબ
ભીષણ ઠંડી-ઓક્સીજનની કમીના કારણે જવાન રમેશની તબિયત બગડી ગઇ હતીઃ જવાનો મુશ્કેલ પરિસ્થિતિમાં |
દહેરાદુન, સિયાચીનમાં માઇનસ ૨૬ ડિગ્રીમાં તૈનાત ભારતીય જવાનનુ મોત થયુ છે. ઉત્તરાખંડના નિવાસી રમેશ બહુગુણાનુ સિયાચીન સેક્ટરમાં ફરજ વેળા મોત થયુ છે. રમેશ બિમાર થયા બાદ તેમને ચંગીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બહુગુણા મહાર રેજિમેન્ટના જવાન તરીકે હતા. સાથે સાથે ટિહરી જિલ્લાના ચંબા ક્ષેત્રમાં સબલી ગામના નિવાસી હતા. જવાનના પરિવારના સભ્યોનુ કહેવુ છે કે જોરદાર ઠંડી અને ઓક્સીજનની કમીના કારણે રમેશ બિમાર થઇ ગયા હતા. ૩૮ વર્ષીય જવાનના પરિવારમાં તેમના પત્નિ અને બે બાળકો છે જે રિશિકેશમાં રહે છે. બહુગુણા વર્ષ ૨૦૦૨માં સેનામાં સામેલ થયા હતા. તેમના ભાઇ દિનેશ દત્ત બહુગુણાએ કહ્યુ છે કે સિયાચીનમાં ભયંકર ઠંડી પડી રહી છે. જવાનના અંતિમસંસ્કાર રિશિકેશમાં પૂર્ણાનંદ ઘાટ પર કરવામાં આવ્યુ હતુ.
૩૧મી જાન્યુઆરીના દિવસે આરોગ્ય સંબંધિત તકલીફ કર્યાની ફરિયાદ બાદ બહુગુણાને ચંદીગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તમામ લોકો જાણે છે કે દુર્ગમ વિસ્તાર અને વધારે ઉંચાઇ હોવાના કારણે જમ્મુ કાશ્મીરમાં સ્થિત સિયાચીન સેક્ટરમાં તૈનાત જવાનોની ફરજ સૌથી વધારે મુશ્કેલ ગણવામાં આવે છે. બહુગુણા ગયા વર્ષે ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ સમાચાર એટલા માટે પણ ચિંતાજનક છે કે તાજેતરમાં જ સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિયાચીન અને લડાખમાં તૈનાત જવાનોની પાસે ઠંડીથી બચવા માટે પુરતા પ્રમાણમાં વ†ો નથી. આ ઉપરાંત તેમની પાસે અન્ય સાધનો પણ નથી.
સ્નો, ગોગલ્સ, બુટ, જેકેટ, સ્લિપિંગ બેંગોની કમી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે સિયાચીનમાં તૈનાત જવાનો માટે રેશનિંગની પણ કમી છે.જા કે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણેએ કહ્યુ છે કે આ રિપોર્ટ ૨૦૧૫-૧૬ની સ્થિતિ પર કેગ રિપોર્ટ આધારિત છે. જે રિપોર્ટ જુનો છે. તેમણે કહ્યુ છે કે સિયાચીનમાં તૈનાત રહેલા જવાનોને વ્યક્તિગત રીતે એક લાખ રૂપિયાના કપડા આપવામાં આવે છે. ૨૦૨૦ માટે એમે પૂર્ણ રીતે તૈયાર છીએ. કેગનો અહેવાલ ૨૦૧૫-૧૬નો રહેલો છે.