Western Times News

Gujarati News

સિયાચીન લદ્દાખમાં સૈનિકો માટે કપડા ઉપકરણ ખરીદવામાં વિલંબ

નવીદિલ્હી, સંસદની પબ્લિક એકાઉન્ટ કમિટિ પીએસીના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને એક પત્ર લખ્યો છે આ પત્રમાં ચોધરીએ લોકસભા અધ્યક્ષને આ મહીનાના અંતમાં ગૃહના એક પેનલને લદ્દાખ જવાની મંજુરી માંગી છે. હકીકતમાં લદ્દાખ જઇ લોકસભાની આ પેનલ સીમા પર તહેનાત સૈનિકોને મળવા ઇચ્છે છે અને તેમના કામ કરવાની પરિસ્થિતિને સમજવા ઇચ્છે છે.

પીએસી અધ્યક્ષે આ પત્ર એવા સમયે લખ્યું છે જયારે આ વર્ષની શરૂઆતમાં કેગે પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે સિયાચીન અને લદ્દાખમાં તહેનાત સૈનિકોને ઠંડા કપડા અને અન્ય સામાનની ભારે કમી છે. આ કમીને કારણે ખરીદમાં વિલંબને બતાવવામાં આવ્યું હતું એ યાદ રહે કે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ જનરલ બિપિન રાવતે પહેલા જ બે વાર પીએસીની સામે હાજર થઇ ચુકયા છે.

રિપોર્ટ અનુસાર કેગ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતું કે નાણાં વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૭-૧૮ની મુદ્‌ત દરમિયાન થયેલ ઓડિટમાં જાણવા મળ્યુ છે કે ઉચાઇવાળા અને ઠંડા સ્થાનો પર સૈનિકોની તહેનાતી માટે જરૂરી પકડા અને ઉપકરણોની ખરીદમાં ચાર વર્ષ સુધીનો વિલંબ થયો જેને કારણે તેની ભારે કમી થઇ બરફમાં લગાવવામાં આવનાર ચશ્માની પણ ખુબ કમી રહી
એ યાદ રહે કે ભારત અને ચીનની વચ્ચે ગત અનેક મહીનાથી એલએસી પર તનાવની સ્થિતિ બનેલ છે વાતચીતનો દૌર ચાલુ છે પરંતુ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઇ શકી નથી અને ચીન તરફથી સતત યુધ્ધની તૈયારી કરવામાં આવી રહી છે. જયારે ભારત તરફથી પણ ચીનનો જાેરદાર જવાબ આપવા માટે હથિયારો અને મોટી સંખ્યામાં સૈનિકોની તહેનાતી કરવામાં આવી છે.

સ્થિતિને જાેતા માનવામાં આવી રહ્યું છે કે ભારત અને ચીનના સૈનિક ઠંડીની મૌસમમાં પણ અહીં તહેનાત રહી શકે છે. ગલવાન ઘાટીમાં ઠંડીના દિવસોમાં તાપમાન માઇસથી પણ ૩૦-૪૦ ડિગ્રી નીચે ચાલ્યુ જાય છે તો એવામાં હાઇ એલ્ટીટયુડ પર ઉપયોગ થનાર ગરમ કપડા અને અન્ય ઉપકરણની આવશ્યકતા હશે જેને યોગ્ય માત્રામાં એકત્રિત કરવાનો એક પડકાર હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.