સિયાચીન સુધી પર્યટકોને જવા મંજૂરી આપવામાં આવી

સિયાચીન, દેશભરના પર્યટકો હવે દુનિયાના સૌથી ઉંચા યુધ્ધ ક્ષેત્ર ગણાતા સિયાચીનના બેઝ કેમ્પ સુધી જઈ શકશે.જાેકે સુરક્ષા કારણોસર વિદેશી પર્યટકોને મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વ પર્યટન દિવસ નિમિત્તે લદ્દાખ સ્વાયત્ત પહાડી વિકાસ પરિષદના મુખ્ય કાર્યકારી કાઉન્સિલર તાશી ગ્યાલસને પહેલી ટુકડીને સિયાચિન બેઝ કેમ્પ માટે રવાના કરી હતી.
આ ર્નિણય પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યો છે.લદ્દાખ ટુરિઝમ ડિપાર્ટમેન્ટના ટિ્વટર એકાઉન્ટ પર આ જાહેરાત કરવામાં આવી હતી.જાેકે સિયાચીન ગ્લેશિયરથી બેઝ કેમ્પ ખાસો દુર છે આમ છતા ટુરિસ્ટો માટે બેઝ કેમ્પની મુલાકાત લેવી પણ રોમાંચકારી અનુભવ સાબિત થશે.
સુરક્ષાના કારણે અત્યાર સુધી બંધ રહેલા લદ્દાખના અન્ય કેટલાક વિસ્તારોમાં પણ હવે પ્રવાસીઓને જવાની છુટ આપવામાં આવી છે.આવા કેટલાક વિસ્તારો ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલથી નજીક આવેલા છે.જ્યાં પણ હવે યોગ્ય પરવાનગી સાથે ટુરિસ્ટ જઈ શકશે.SSS