સિરામિક ઉદ્યોગનો હવે સફળ પુનઃ પ્રારંભ: ઇન્ડિયન સિરામિક્સ એશિયા ૨૦૨૨ને મળ્યો અદભુત પ્રતિસાદ
તાજેતરમાં ઇન્ડિયન સિરામિક્સ એશિયા દ્વારા ભૌતિક અવતારમાં તેની ત્રણ દિવસીય 16મી આવૃત્તિનું સફળ સમાપન 8 એપ્રિલ ૨૦૨૨ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું. 6ઠ્ઠી એપ્રિલે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન ગુજરાત સરકારના ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી. જગદીશભાઈ ઈશ્વરભાઈ વિશ્વકર્માના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
ઇન્ડસ્ટ્રી માટેના બાઉન્સ બેક સેન્ટિમેન્ટને ચાલુ રાખીને વેપારી સમુદાયે ઉત્સાહપૂર્વક આ એક્ઝિબિશનમાં ભાગ લીધો. આ એક્સ્પોમાં બાંગ્લાદેશ, ચીન, જર્મની, ભારત, ઈરાન, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન, તુર્કી, યુકે અને સંયુક્ત અરબ અમીરાત સહિત 11 દેશોમાંથી 100+ કંપનીઓએ વિશ્વભરના 6440 મુલાકાતીઓને તેમના નવીન ઉકેલો પ્રદર્શિત કર્યા.
આ વર્ષના ઈન્ડિયા સિરામિક્સ એશિયાને ઇન્ડિયન સિરામિક સોસાયટી (InCerS), મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (MCA), ધ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI), ધ એસોસિએશન ઓફ ઈટાલિયન મેન્યુફેક્ચરર્સ ઓફ મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ ફોર સિરામિક્સ ઇન્ડસ્ટ્રી (ACIMAC), ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સિરામિક ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર (ICCTAS) જેવા બહુવિધ ટ્રેડ એસોસિએશનોના તરફથી જબરદસ્ત હિમાયત અને સમર્થન પ્રાપ્ત થયું.
ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર, પંચાયત, ગ્રામીણ ગૃહ નિર્માણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા એ જણાવ્યું કે, “ આંતરાષ્ટ્રીય સ્તરે મોરબી સિરામિક ઉદ્યોગનું હબ હોવાથી, ગુજરાત સરકારે મોરબીમાં એક આંતરરાષ્ટ્રીય સિરામિક પાર્ક બનાવવા માટે 400 કરોડના બજેટની દરખાસ્ત કરી છે; આથી પ્રદેશમાં સિરામિક ઉત્પાદક કંપનીઓને પ્રોત્સાહન મળશે .”
ઇન્ડિયન સિરામિક સોસાયટીના પ્રમુખ ડૉ. લલિત કુમાર શર્મા આ અદભુત પ્રતિસાદથી આનંદિત હતા અને જણાવ્યું કે, “અમે ભારતીય સિરામિક્સ એશિયાના આયોજકોને અભિનંદન આપીએ છીએ કારણ કે રોગચાણા પછી આ એક સરસ પહેલ હતી અને સમગ્ર વિશ્વમાંથી સિરામિક ઇન્ડસ્ટ્રી માટે કાચો માલ અને મશીનરી થી સંલગ્ન અગ્રણી બ્રાન્ડસની હાજરી થી અમારા સભ્યોને ખરેખર ફાયદો થયો હતો.”
મોરબી સિરામિક્સ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ, શ્રી શ્રી મુકેશ કુંડારીયા એ ઉમેર્યું; “અમારા તમામ સભ્યો સમગ્ર સિરામિક ઉદ્યોગ તરફથી આવી મજબૂત ભાગીદારીના સાક્ષી બનવા માટે રોમાંચિત હતા કારણ કે સિરામિક ઇન્ડસ્ટ્રીમાં તૈયાર ઉત્પાદનોની માંગ દર વર્ષે વધી રહી છે. આ પ્રદર્શને અમારા તમામ સભ્યો માટે એક મજબૂત સપ્લાય ચેઈન પ્લેટફોર્મ સક્ષમ કર્યું.”
મેસ્સે મૂએન્ચેન ઇન્ડિયાના સીઈઓ શ્રી ભૂપિન્દર સિંઘ એ ટિપ્પણી કરી, “અમે ખુશ છીએ કે ભારતીય સિરામિક્સ એશિયાની 16મી આવૃત્તિએ ફરી એકવાર પ્રદર્શકો, ભાગીદારો અને ખરીદદારોને મળવા, અભિવાદન કરવા અને સફળતાપૂર્વક વ્યવસાય કરવા માટે એક સફળ પ્લેટફોર્મ આપ્યું છે.
છેલ્લા 18 મહિનામાં નવા વલણો અને તકનીકો બદલાયા છે, આ ઇવેન્ટે ઇન્ડસ્ટ્રી માટે 15 – 17 ફેબ્રુઆરી 2023 દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે શેડ્યૂલ કરાયેલી અમારી આગામી આવૃત્તિની રાહ જોવા માટે પૂરતા કારણો આપ્યા છે.”
યુનિફેર એક્ઝિબિશન સર્વિસના જનરલ મેનેજર શ્રી કેન વોંગે ઉમેર્યું હતું કે “પ્રદર્શન હોલને ફરી ગૂંજતો જોઈને અમને આનંદ થાય છે અને તમામ સહભાગીઓને તેમની સંભાળ અને સહકાર બદલ આભાર માનવા માંગીએ છીએ”.