સિરીઝ-એ ટાઈટલને કોરોના વિક્ટિમ્સને ડેડિકેટ કર્યું રોનાલ્ડોએ
યુવેન્ટ્સના ફાૅર્વર્ડ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમની સિરીઝ-એના ટાઈટલને કોરોના વાઈરસથી પીડિત લોકોને ડેડિકેટ કર્યું છે. રવિવારે સેમ્પ્ડોરિયાને ૨-૦થી હરાવાની યુવેન્ટ્સ સતત નવમી વાર સિરીઝ એ ટાઈટલનું વિનર બન્યું હતું.
આ મૅચમાં રોનાલ્ડોએ ઓપનિંગ ગોલ કર્યો હતો. ઈટલીમાં એક પછી એક ટાઈટલ જીતવાની ખુશી વ્યક્ત કરતાં રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘ડન, ચૅમ્પિયન ઑફ ઈટલી. સતત બીજી વાર ચૅમ્પિયનશિપ જીતીને ખુશી થાય છે તેમ જ આ ક્લબ સાથે મળીન હું ઈતિહાસ રચવા ખૂબ આતુર છું.
આ ટાઈટલ યુવેન્ટ્સના દરેક ફૅનને ડેડિકેટ કરું છું, ખાસ કરીને એ લોકોને જેઓ કોરોના વાઈરસની બીમારીનો ભોગ બન્યા છે. આ સરળ નથી. તમારી હિમ્મત, તમારો ઍટિટ્યુડ અને તમારી મહત્વાકાંક્ષા અમારી તાકાત હતી જેને કારણે અમે આ ફાઈનલમાં ચૅમ્પિયનશિપ ખૂબ જ સારી રીતે જીતી શક્યા. આ ટાઈટલ ઈટલીના દરેક લોકોનું છે.