સિવિક સેવના પ્રશિક્ષુઓને સમાજથી જોડવાની સલાહ આપતા વડાપ્રધાન

કેવિડયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સિવિલ સેવાના પ્રશિક્ષુઓને સમાજથી જાેડવાની સલાહ આપતા કહ્યું કે તે આવું કરે છે તો તે સમાજ તેમની શક્તિનો સહારો બનશે.તેમણે કહ્યું કે પ્રશાસનિક અધિકારી જે પણ નિર્ણય લે,તે દેશહિતમાં હોવો જાેઇએ અને તેનાથી દેશની એકત અને સંપ્રભુતા મજબુત થવી જાેઇએ.
વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી મંસુરી સ્થિત લાલા બહાદુર શાસ્ત્રી પ્રશાસનિક અકાદમીના ભારતીય સેવિલ સેવાના ૪૨૮ પ્રશિક્ષુઓથી આરંભ ૨૦૨૦ કાર્યક્રમ હેઠળ સંવાદ કરી રહ્યાં હતાં.તેમણે પોતાના સંબંધોનમાં કહ્યું કે કોઇ સિવિલ સેવા અધિકારી માટે સૌથી પહેલા જરૂરત છે કે તે દેશના સામાન્ય વ્યક્તિઓ સાથે સતત જાેડાયેલા રહહે જયારે તમે લોકોથી જાેડાયેલા રહેશો તો લોકતંત્રમાં કામ કરવાનું સરળ રહેશે સમાજથી કટુતા કરશો નહીં તેનાથી જાેડાવો તે તમારી શક્તિને સહારો બનશે.
તેમણે કહ્યું કે પ્રશાસનિક અધિકારીઓની ભૂમિકા સરકારમાં ન્યુનતમ અને શાસનમાં અધિકતમ છે.તેમણે પ્રશિક્ષુઓને અપીલ કરી કે તે સામાન્ય લોકોના જીવનમાં ન્યુનતમ હસ્તક્ષેપ સુનિશ્ચિત કરે તેમણે કહ્યું કે સરકાર ટોચ પરથી ચાલતી નથી નીતિઓ જે જનતા માટે અને કાર્યક્રમોની રિસીવર નથી જનતા જનાર્દન જ અસલી ડ્રાઇવિંગ ફોર્સ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પ્રશાસનિક અધિકારી જે પણ નિર્ણય લેતે દેશહિતમાં હોવો જાેઇએ અને તેનાથી દેશની એકતા અને સંપ્રભુતા હોવી જાેઇએ આરંભ એક એવો પ્રયાસ છે જેના દ્વારા તમામ અખિલ ભારતીય સેવા ગ્રુપ એ કેન્દ્રીય સેવાઓ વિદેશ સેવાઓના પ્રશિક્ષુઓને એક કોમન ફાઉન્ડેશન પાઠયક્રમ સીએફસી દ્વારા એક સાથે લાવવામાં આવે છે.
તેનો હેતુ પરંપરાગત રીતે વિભાગીય અને સેવાઓ સ્તર પર વિભાજીત કરવામાં આવી રહેલ વિચારને ખતમ કરવાનો છે.જેથી તમારી કેરિયેરને સિવિલ અધિકારી નવી વિચારની સાથે શરૂ કરી શકે આરંભનો હેતુ સિવિસ અધિકારીઓની અંદર વિવિધ વિભાગો અને ક્ષેત્રોની સાથે કોઇ અડચણ વિના મળવાનું કામ કરવાની ક્ષમતા વિકસિત કરવાનો છે. આરંભની શરૂઆત ૨૦૧૯માં ૯૪માં ફાઉન્ડેશન કોર્સ હેઠળ થઇ હતી.HS