Western Times News

Gujarati News

સિવિલનાં ૧૨૦૦ બેડમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

FILE

અમદાવાદ, કોરોની મહામારીનાં આ પાછા પગલા સમયે તહેવારો આવ્યાં અને લોકોની ભીડ બજારમાં જાેવા મળી. આ દ્રશ્યો જાેતા ડોકટરોને ચિંતા હતી કે કોરોનાનાં કેસ દિવાળી બાદ વધશે. પરંતુ છઠ સુધીમાં અમદાવાદ શહેરમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. અને છેલ્લા કેટલાક મહિનાથી કોરોના પોઝિટિવ કેસ અવ્યા નથી.

આગામી દિવસોમાં પણ કોરોના કેસ ન આવે તેવી આશા રાખી રહ્યા છે. પણ આવનાર ૧૦ થી ૧૫ દિવસ વધુ મહત્વના બની રહેશે.ગત વર્ષ છઠના દિવસે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ ૧૨૦૦ બેડ હોસ્પિટલ કોરોના દર્દીઓથી ફૂલ હતી.

પરંતુ ચાલુ વર્ષની છઠના દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓનો એક પણ કેસ નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડોકટર રાકેશ જાેષીએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાય મહિનાથી કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી.અને દિવાળીના તહેવારમાં પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી.જે સારા સંકેત છે.

પરંતુ આગામી ૧૦ થી ૧૫ દિવસ મહત્વના બની રહેશે.જાે કે વેકસીનેશન ફળ્યું છે.હેલ્થવર્કન ની મહેનત રંગ લાવી છે.અને લોકોએ પણ વેકસીન લેવા જાેડાયા હતા તમામ લોકોની મહેનત બાદ કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.જે પોઝિટિવ સંકેત છે.

ડિસેમ્બર મહિનાથી ૧ થી ૫ ધોરણના કલાસ ચાલુ કરવા માટે વિચારણા ચાલી રહી છે ત્યારે ડોકટર જાેષીએ જણાવ્યું છે કે નોર્મલ લાઈફ તરફ આગળ વધવું જાેશે.બાળકોના શિક્ષણ માટે શિક્ષકની જરૂર હોય છે.ઓનલાઈન ક્લાસના ફાયદા અને ગેરફાયદા બંને છે. સ્કૂલે જશે તો બાળકોનો ઉત્સાહ વધશે. પણ સાથે તકેદારી પણ એટલી જરૂરી બની રહેશે.

વાલીઓ અને સ્કૂલ સંચાલકો બંને ની જવાબદારી બની રહેશે.બાળકોને સ્કૂલમાં ડિસ્ટન્સ બેસાડવામાં આવે સાથે સેનિટાઇઝ કરવામાં આવે..તેમજ બાળકો ને ખુલ્લી વાન બેસાડવામાં આવે.એસી વાન ઉપયોગ કરવો જાેઈએ નહીં.

બાળકો ને સામાન્ય શરદી ખાંસી હોય તો સ્કૂલે મોકલવા જાેઈએ નહીં.જાે તકેદારી રાખીશું તો નોર્મલ લાઈફ તરફ ઝડપથી આગળ વધિશું.ડિસેમ્બર મહિનાથી ૧ થી ૫ ધોરણના કલાસ ચાલુ કરવા માટે વિચારણા ચાલી રહી તો આવકાર દાયક પગલું હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.