Western Times News

Gujarati News

સિવિલમાં ઓટોમેટિક પદ્ધતિથી મેડિકલ ઉપકરણોને જંતૂરહિત કરાશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરના ઓપરેશન થિયેટર કોમ્પલેક્ષમાં કાર્યરત તમામ ઓપરેશન થિયેટર અને સિવિલ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ઉપકરણોને જંતુરહિત કરવાની કામગીરી કરતો સેન્ટ્રલ સ્ટેરાઇલ સર્વિસિઝ ડિપાર્ટમેન્ટ (CSSD) છે. આ વિભાગને રૂ. 5.6 કરોડના ખર્ચે નવી સુવિધાઓ તથા ઉપકરણો સાથે અતિ આધુનિકઢબે નવપલ્લવિત કરવામાં આવ્યો છે.

નવા આધુનિક ઉપકરણોથી સજ્જ થયેલો CSSD વિભાગ કુલ 450 સ્કેવર ફીટ વિસ્તારમાં નિર્માણ પામ્યો છે. નવા ઉપકરણોમાં 3 સ્ટરિલાઈઝેશન મશીન, 3 વોશર ડિસઇનફેક્ટર મશીન, 2 સ્ક્રબ સ્ટેશન, 2 અલ્ટ્રાસોનિક ક્લીનર, ઉપકરણોના સ્ટોરેજ માટે સંપૂર્ણપણે સ્ટેનલેસ સ્ટીલથી બનેલી ટ્રાન્સપોર્ટ ટ્રોલી અને વર્કિંગ ટેબલ સહિતના સાધનોનો સમાવેશ થાય છે.

અત્રે નોંધવું પડે કે ઓપરેશનમાં વપરાતા ઉપકરણોને સંક્રમણથી સુરક્ષિત રાખવામાં આ વિભાગની મહત્વની  ભૂમિકા રહેલી છે. હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન ઉપયોગમાં લેવાતા સાધનો, ઉપકરણો CSSD વિભાગમાં રાખવામાં આવે છે. આ વિભાગમાં ઉપરોક્ત સાધનો અને ઉપકરણોને વિવિધ મશીનરી મારફતે વૈજ્ઞાનિક પ્રક્રિયા હાથ ધરીને જંતુરહિત, ચેપરહિત કરી, ફરી વખત ઉપયોગમાં લેવાને યોગ્ય બનાવવામાં આવે છે.

આ અગા ઉ પણ CSSDમાં ઉપરોક્ત કામગીરી કરવામાં આવતી હતી. તેને વધુ સધન અને અત્યાધુનિક બનાવવા માટે નવા મશીનો લાવીને આ વિભાગને વધુ આધુનિક, તકનીક અને સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યો છે.

CSSD વિભાગમાં નવા મૂકાયેલા મશીન સંપૂર્ણપણે ઓટોમેટિક પદ્ધતિથી મોટી સંખ્યામાં મેડિકલ ઉપકરણોને ખૂબ જ ઝડપથી સ્ટરિલાઇઝ (જંતુરહિત) કરી આપશે. એટલું જ નહીં, ઓપરેશનમાં ઉપયોગમાં લેવાયેલા ઉપકરણો જંતુરહિત થવા માટે આ વિભાગમાં પહોંચે ત્યાંથી લઇ ફરી વખત ઉપયોગમાં લઇ શકાય ત્યાં સુધીની સમગ્ર પ્રક્રિયા આ નવા ઉપકરણોના કારણે વધુ સુરક્ષિત બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.