Western Times News

Gujarati News

સિવિલમાં નવજાત બાળકી પર સફળ ઓપરેશન

શ્વાસનળી-અન્નનળીની વચ્ચે પડદા વિના જન્મેલી બાળકીને બચાવાઈ
લગ્નના ૧૭ વર્ષે પારણું બંધાયેલું, અટલ યોજના હેઠળ નિઃશુલ્ક સર્જરી
અમદાવાદ,લોકડાઉનના અમલ વચ્ચે ૧પમીનો દિવસ અન્ય લોકો માટે રાબેતા મુજબનો હતો. જા કે આણંદ જીલ્લાના સામરખા ગામના પતિ માટે આ દિવસ સોનાનો સૂરજ લઈને આવ્યો હતો. લગ્નજીવનના ૧૭ વર્ષ બાદ તેમના ઘરે પારણું બંધાયું હતું. જા કે આનંદની પળો થોડી જ વારમાં તેમના માટે ચિંતામાં પરિવર્તિત થઈ ગઈ હતી.

બાળકીનો જન્મ અધૂરા મહિને થયો હોવાથી તેનું વજન ઓછું હતું. જેગી આ બાળકીને અન્ય હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવી. આ હોસ્પિટલમાં તબીબોએ બાળકીનો એક્સ-રે કઢાવીને તપાસ કરી તો ખબર પડી કે બાળકીને અન્નનળી અને શ્વાસનળી વચ્ચે પડદો હોવો જાઈએ તે ન હતો. જેના લીધે માતા બાળકીને દૂધ પીવડાવે તો પણ તે સીધું શ્વાસ નળીમાં જાય અને નવજાત બાળકીનો જીવ જાખમમાં મુકાય. આ સ્થિતિમાં બાળકનું ઓપરેશન જલ્દીથી કરવું પડે નહીતર ર૪ કલાકમાં બાળકીનો જીવ પર જાખમ સર્જાય.

આ વાતનો ખ્યાલ નર્સિંગ હોમના ડોકટર્સ ને આવતા તેમણે જરા પણ વિલંબ કર્યા વગર નવજાત બાળકીનું અટલ સ્નેહ યોજનાનું કાર્ડ બનાવ્યું અને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ઑક્સિજનની સુવિધા સાથે આ નવજાત શિશુને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. જ્યાં આ નવજાત બાળકીનું ઓપરેશન એન સારવાર હાથ ધરાઈ હતી.
સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આ ઓપરેશનનો ખર્ચ પરવડે એમ નથી હોતો. જા કે આવા જરૂરિયાતમંદ પરિવારો માટે ગુજરાત સરકારની અટલ યોજના આશીર્વાદરૂપ બની છે. જે અંતર્ગત ગંભીર ખામી સાથે જન્મેલા નવજાત શિશુને બચાવવા માટે વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.