Western Times News

Gujarati News

સિવિલમાં PPE કીટમાં એકબીજાને ઓળખી શકતા ન હતા-  ફરજ પર સંકલન જરૂરી હતું તો ડોક્ટરે ‘એપ’ બનાવી નાખી..

વોર્ડ, ડૉક્ટર, શિફ્ટ, સમયપત્રક અને ડ્યુટી લીસ્ટ  બધું જ તબીબોની આંગળીના ટેરવે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સહિતના કર્મચારિઓ સતત પી.પી.ઇ. કિટમાં ફરજ નિભાવતા હોય છે. પી.પી.ઇ. આવા સમયે કયા વોર્ડમાં કયા સમયે કોણ ડૉક્ટર ફરજ બજાવે છે તે જાણવું આવશ્યક રહે છે.

ઉપાયરૂપે સિવિલ ઓર્થોપેડીક વિભાગના યુવા તબીબ ડૉ. નિરવે વેબ-ડેવલોપર મિત્રની મદદથી ‘કોવિડ-૧૯ કેર’ એપ્લીકેશન બનાવી છે.    આ મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી તબીબોનું ડ્યુટી લીસ્ટ, ફરજ સમયપત્રક, ડોનિંગ અને ડોફીંગ પ્રક્રીયા સમજાવતા વિડીયો. ફરજ પર તૈનાત વિવિધ વિભાગના તમામ તબીબોના મોબાઈલ નંબર વગેરે માહિતી ઉપલબ્ધ છે.

એપ્લિકેશનમાં વોર્ડ દીઠ, ફ્લોર દીઠ ફરજ પરના તબીબોની જાણકારી ઉપલબ્ધ બની રહે છે.  ડોનિંગ-ડોફીંગ એ પ્રક્રિયા છે જેમા કર્મી તેના વ્યવસાય સંલગ્ન સુરક્ષાત્મક પહેરવેશ જેમ કે પી.પી.ઇ કીટ પહેરે અને ઉતારે છે. આ એપમાં ડોનિંગ અને ડોફીંગ પ્રક્રીયા સરસ રીતે સમજાવવામાં આવી છે. ડ્યુટી સંલગ્ન તમામ આવશ્યક જાણકારી રોજ સવારે શિફ્ટ શરૂ થતાં પહેલા એપમાં મુકવામાં આવે છે.

સિવિલ સુપ્રિટેંડન્ટ ડૉ. જે. પી. મોદી જણાવે છે કે, હાલ આ એપ્લીકેશન કોવિડ હોસ્પિટલમાં ફરજ પરના તબીબો માટે ખુબ જ ઉપયોગી નીવડી રહી છે. તબીબોને શીફ્ટ પ્રમાણે તમામ માહિતી મળી રહેતા સંકલન ઉત્કૃષ્ટ બન્યું છે. આગામી દિવસોમાં આ એપ્લીકેશનને ડેવલોપ કરી વધુ મોટા ફલક પર ઉપયોગમાં લેવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.