સિવિલ, સોલા સિવિલમાં કોરોના વોરિયર્સ PPE કીટ પહેરતા નથી
(એજન્સી) અમદાવાદ, સિવિલ અને સોલા સિવિલ હોસ્પીટલમાં એવુ સામે આવ્યુ છે કે મોટાભાગના કોરોના વોરિયર્સ અત્યારે પીપીઈ કીટ પહેરવાનુૃ ટાળી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં પીપીઈ કીટમાં રહી શકાય તેમ નથી. જેના કારણે માસ્ક, ફેસ શિલ્ડ, સહિતના સાધનોનો જ આગ્રહ રાખી રહ્યા છે. જાે કે પહેેલી લહેર વખતે સિવિલમાં સ્થિતિ એવી હતી કે પીપીઈ કીટ, પહેર્યા વગર તો કોઈ વોરિયર્સ કોરોના વોર્ડમાં જતા નહોતા.
સિવિલમાં પહેલી લહેર વખતે એવો ડર હતો કે સીનિયર ડોકટરો વોર્ડમા ઘુસતા જ નહોતા. ડોકટર તેમના નર્સિગ સ્ટાફને ટેલીફોનિક અને મૌખિક સુચના અપી દર્દીની સારવાર કરવા જણાવી દેતા હતા. નર્સિગ સ્ટાફ પણ પીપીઈ કીટ સહિતના સુરક્ષાના તમામ પગલાઓ લઈને જ કોરોના વોર્ડમાં દર્દીઓની સારવાર માટે જતાં હતા.
તેના બદલે આ વખતે તબીબો પણ વોર્ડમાં જઈ રહ્યા છે. પરંતુ કોઈ જ સ્ટાફ પીપીઈ કીટ પહેરતો નથી. અસારવા સિવિલ હોસ્પીટલ અને સોલા સિવિલ હોસ્પીટલ ખાતે કોરોના વોર્ડમાં ફ્રન્ટ લાઈન તબીબો પીપીઈ કીટ પહેરતા જ ન હોવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.