સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેંક કાર્યરત થશે
સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેંક કાર્યરત થવા જઇ રહી છે. રોટરી ક્લબ કાંકરીયા અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે અંદાજીત 2 કરોડ રૂપિયાના ખર્ચે આ બેંક નિર્માણ પામશે. ટ્રોમા સેન્ટરના ચોથા માળે 3,600 ચોરસફીટ વિસ્તારમાં નિર્માણ પામી રહેલી આ સ્કીન બેંક ગુજરાતમાં ચામડીના રોગના નિદાન અને ઉપચાર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે.
દાઝેલા, કપાઇ ગયેલી ચામડી ધરાવતા દર્દીઓના ઓપરેશન વખતે ચામડીની જરૂરિયાત ધરાવતા દર્દીઓને તાત્કાલિક ઘોરણે ચામડી ઉપલબ્ધ કરાવવામાં આ બેંકની ભૂમિકા મહત્વની બની રહેશે. ગુજરાત જ નહીં ભારતભરના કોઇપણ દર્દી અથવા હોસ્પિટલને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી ચામડીની જરૂરિયાત પુરી પાડવાનું આયોજન છે.