સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ વિસ્તૃતિકરણની કામગીરી દરમ્યાન ક્રેઈન માંથી સામાન પડતાં દોડધામ
બાજુ માં આવેલ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો
લોખંડનો સામાન ૨૦૦ ફૂટ ઉપર થી નીચે પડતા એક મોટર સાયકલ ને નુકશાન.
ભરૂચ: ભરૂચ સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થયા બાદ તેના વિસ્તૃતિકરણની કામગીરી દરમ્યાન ક્રેઈન માંથી સામાન પડતાં નજીકમાં ચાલી રહેલા લગ્નપ્રસંગમાં ભાગદોડ મચી ગઈ હતી.લોખંડનો સામાન પડવાથી એક બાઈકને નુકશાન થવા પામ્યું હતું.
ભરૂચની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થઈ ગયા બાદ તેની ક્ષમતામાં વધારો કરાઈ રહયો છે.સિવિલ હોસ્પિટલ ની હાલની ઈમારત ઉપર નવા માળ બનાવવામાં આવી રહ્યા છે.નવા બાંધકામની કામગીરી માટે વિશાળ ક્રેનનો ઉપયોગ કરાઈ રહયો છે.ત્યારે મંગળવારના રોજ ક્રેઈન માંથી લોખંડનો સામાન નીચે પડવાની ઘટના બની હતી.
હોસ્પિટલની બાજુમાં પાર્ટી પ્લોટમાં લોખંડના સળિયાનો જથ્થો ૨૦૦ ફૂટ ઉંચાઈ પર થી નીચે પડતાં ત્યાં ચાલી રહેલાં લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી.લોખંડના સળિયા પડવાના કારણે એક મોટર સાયકલને નુકશાન થયું હતું.જોકે સદ્દસનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે રોજના હજારો દર્દીઓ તથા તેમના સ્વજનો આવતાં હોય છે.ત્યારે જો સામાન સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પડયો હોત તો મોટી હોનારત થવાની શકયતા નકારી શકાય તેમ ન હતી. બાંધકામ દરમ્યાન લોકોની સલામતીના પુરતા પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ ઉઠી છે.ત્યારે સિવિલ સત્તાધીશો સલામતી ના શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.