સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીની માહિતી હેલ્પલાઈનથી મળશે
૦૭૯- ૨૨૬૭૦૦૦૦ નંબર પર દર્દીની સ્થિતિ અંગેની જાણકારી અપાશે
અમદાવાદ સિવિલ ખાતે ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્તની સ્થિતિ અંગેની માહિતી પરિવારજનોને સરળતાથી મળી રહે તે હેતુથી ૨૪ X ૭ હેલ્પલાઈન નંબર શરૂ કરવામાં આવ્યા છે. ૦૭૯-૨૨૬૭૦૦૦૦ નંબર પર ફોન કરવાથી સિવિલ હોસ્પિટલ તરફથી દર્દીની સ્થિતિ અંગેની જાણકારી આપવામાં આવશે.
કોરોનાગ્રસ્તના પરિવારજનો માહિતીના અભાવે ચિંતા કરે તે સ્વાભાવિક છે, તેવા સમયે માહિતી ઉપલબ્ધ કરાવવા માટે હેલ્પલાઈન સહાયરૂપ બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીના સગા-સબંધીઓને સરળતાથી માહિતી મળી રહે તે માટે હોસ્પિટલમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ અને ડેશબોર્ડ પણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હેલ્પલાઈન નંબર ખૂબ જ મદદરૂપ બની રહેશે.