સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.6 કરોડના ખર્ચે લોન્ડ્રી અને સ્ટરિલાઇઝેશનની વ્યવસ્થા ઉભી કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેની ડેઝીગ્નેટેડ કોવિડ19 હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોના સંક્રમિત દર્દીઓનાં કપડાં, બ્લેન્કેટ, ચાદરો, ટોવેલ તથા મેડિકલ-પેરામેડિકલ સ્ટાફના કપડાંને જંતુમુક્ત કરવા રૂ.6 કરોડના ખર્ચે લોન્ડ્રી અને સ્ટરિલાઇઝેશનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.