Western Times News

Gujarati News

સિવિલ હોસ્પીટલનું તંત્ર કયારે સુધરશે ખરું ? કે પછી હંમેશા વિવાદ વચ્ચે ઘેરાયેલું રહેશે ?

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : એશિયાની સૌથી સરસ ગણાતી, સિવીલ હોસ્પીટલ આજે વિવાદના મધપુડામાં ઘેરાઈ ગયું છે.ત્યારે લોકો પુછી રહયા છે. આ તંત્ર કયારેય સુધરશે ખરું ? સિવીલ હોસ્પિટલમાં માત્ર અમદાવાદમાં જ નહી પરંતુ આજુબાજુના ગામડાઓમાં સેકડોની સંખ્યામાં તબીબી સારવારલેવા આવી રહયા છે. વિશ્વાસ તથા શ્રધ્ધા સાથે પંરતુ અહીતો ગંભીર રોગથી પીડાતો દર્દી હોય કે ગંભીર ઈજાગ્રસ્ત દર્દી હોય તેમની યોગ્ય સારવાર મળે, તેમને પીડા ન થાય કે કોઈ મુશ્કલી ના પડે તે જાવાની ફરજ સિવીલ હોસ્પીટલ સંચાલકોની હોવા છતાં, ઉદાસીનતા દાખવી રહ્યા છે.

હોસ્પીટલમાં સારવાર લઈ રહેલ દર્દીને સીટીસ્કેન અથવા એમઆરઆઈ માટે લઈ જવાના હોય છે. ત્યારે દર્દીને કોઈ મુશ્કેલી ના પડે કે પીડા ના થાય તે જાવાની જવાબદારી હોવા છતાં, દર્દીને ઈશ્વરને આશરે છોડી દેવામાં આવતા હોય છે. સીટીસ્કેન તથા એમ.આર.આઈમાટે દર્દીને કંપાઉન્ડમાં જ આવેલા હોસ્પીટલના મકાનથી ૩૦૦-૪૦૦ ફુટ દૂર આવેલ કેન્દ્ર પર લઈ જવામાં આવતા હોય છે. પરંતુ તે સ્ટ્રેચરમાં પછી તડકો હોય, ઠંડી હોય કે વરસાદ વરસતાં હોય એમ્બ્યુલન્સમાં લઈ જવાને બદલે જયારે સ્ટ્રેચરમાં લઈ જવામાં આવે છે.

ત્યારે દર્દીની હાલત જાઈ પથ્થર હૃદયના માનવીની ઓળખ આંસુ આવી જાય. જે રસ્તામાં સ્ટ્રેચરમાં લઈ જવામાં આવે છે. તે રસ્તા પણ બરોબર નથી. જેથી દર્દીને અવારનવાર આંચકા લાગતા હોય છે. અન્ય ખાનગી હોસ્પીટલોમાં એમઆરઆઈ નો ચાર્જ એટલો બધો હોય છે કે જે ગરીબ કે મધ્યમ વર્ગની વ્યકિતને પોષાય તેમ ન હોવાથી તેનો અહી સિવીલ હોસ્પીટલમાં સીટીસ્કેન કરાવવા માટે આવતા હોય છે. સીવીલ હોસ્પીટલમાં એમઆરઆઈનો ચાર્જ રૂ.રર૦ છે. અને સીવીલ હોસ્પીટલમાં રોજ ર૦ એમઆરઆઈ થાય છે.

દર્દીઓના પરીવારજનોનું કહેવું છે કે ઘણા દર્દીઓની તબીયત ખૂબ જ ગંભીર હોય છે, નથી તડકો સહન કરી શકતા નથી પ્રદુષીત હવા અને આવી પરીસ્થિતિમાં દર્દીને સ્ટ્રેચરમાં જયારે લઈ જવામાં આવે છે ત્યારે દર્દીની પિડા જાઈ શકાતી નથી. પરંતુ જેને ભગવાન માનવામાં આવે છે તેમના હૃદયમાં દયા જેવું જ નથી.

સત્તાવાળાઓ પણ શુષ્ક બની ગયા છે. સારવારમાં ધ્યાન આપવામાં આવતું નથી. જે રસ્તા ઉપરથી લઈ જવામાં આવે છે. ત્યાં ટુવ્હીલર્સ તથા ફોર વ્હીલર્સની અવરજવર પણ રહેલી હોય છે.

કે દર્દીને અકસ્માતની ભીતો પણ રહેલી હોય છે. મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. પ્રભાકર જણાવે છે કે જયારે સ્ટાફને જણાય છે કે દર્દીની સ્થિતિ ગંભીર છે, ત્યારે સ્ટાફ તેની સાચવણી કરતો જ હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવા દર્દીઓ માટે એમ્બુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી જ હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.