Western Times News

Gujarati News

સિસ્કા ગ્રૂપે એડજસ્ટેબલ રિમલેસ LED પેનલ લાઇટ AGLOW લોંચ કરવાની જાહેરાત કરી

એડજસ્ટેબલ રિસેસ માઉન્ટિંગ વ્યવસ્થા સાથે અલ્ટ્રા સ્લિમ LED લાઇટિંગ સોલ્યુશન

મુંબઈ, LED લાઇટિંગ સોલ્યુશન્સમાં પથપ્રદર્શક સિસ્કા LEDએ એડજસ્ટેબલ રિમલેસ LED પેનલ લાઇટ AGLOW લોંચ કરવાની જાહેરાત કરી છે. સિસ્કા ગ્રૂપ એના ઉત્પાદનો દ્વારા સતત લેટેસ્ટ ટેકનોલોજી પ્રદાન કરે છે અને કંપની એના હાલના LED લાઇટિંગ પોર્ટફોલિયોમાં વધારો કરવા આતુર છે, જેથી ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરી શકાય. જ્યારે LED લાઇટિંગ સ્પેસમાં ઇનોવેશન અને ટેકનોલોજી લાવવાની વાત આવે છે, ત્યારે બ્રાન્ડ મોખરે છે.

સિસ્કાની ઇનોવેટિવ AGLOW એડજસ્ટેબલ રિમલેસ અલ્ટ્રા સ્લિમ LED પેનલ ઇન્સ્ટોલ કરવામાં સરળ છે અને ઘરની અંદર ઉપયોગ કરવા માટે પરફેક્ટ લાઇટિંગ સોલ્યુશન છે. એને ઘરોમાં, મોલમાં, સ્ટોરમાં, શોરૂમમાં અને ઓફિસ સ્પેસમાં ઉપયોગ કરી શકાશે.

એડજસ્ટેબલ રિમલેસ LED પેનલ લાઇટ ચમકદાર પ્રકાશ આપવાની સાથે ઇન્ડોર કોઈ પણ જગ્યાએ ફિટ કરવામાં સરળ છે. સિસ્કા AGLOW પેનલ લાઇટ 12W, 18W અને 24Wમાં ઉપલબ્ધ છે તેમજ બે આકારમાં આવશે – રાઉન્ડ અને સ્ક્વેયર. પ્રોડક્ટની ખરીદી અગ્રણી રિટેલ સ્ટોર્સમાંથી કરી શકાશે અને વોટેજના આધારે એની કિંમત રૂ. 650/-થી રૂ. 1,299/-ની રેન્જમાં છે. પ્રોડક્ટની ઉત્પાદન વોરન્ટી બે વર્ષની છે.

સિસ્કા AGLOW એડજસ્ટેબલ રિમલેસ LED પેનલ લાઇટના લોંચ પર સિસ્કા ગ્રૂપના ડાયરેક્ટર શ્રી રાજેશ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે, “અમે સિસ્કામાં અમારી ઉપભોક્તા માગ અને ખાસિયતોનું સતત વિશ્લેષણ કરીએ છીએ અને એ મુજબ LED લાઇટિંગ સોલ્યુશનનું ઇનોવેશન કરીએ છીએ.

અમે દ્રઢપણે ટકાઉ અને ઊર્જાદક્ષ વિવિધ લાઇટ વિકસાવવામાં માનીએ છીએ કારણ કે ઊર્જાની બચત કરે અને જીવનની ગુણવત્તા સુધારે એવા લાઇટિંગ સોલ્યુશનો તરફ વળવું મહત્ત્વપૂર્ણ છે. સિસ્કા AGLOW એડજસ્ટેબલ રિમલેસ LED પેનલ લાઇટના લોંચ દ્વારા અમે લેટેસ્ટ ટેકનોલોજીની સાથે પર્યાવરણને અનુકૂળતા અને સાથે સાથે સુંદરતા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.”

સિસ્કા AGLOW એડજસ્ટેબલ રિમલેસ LED પેનલ લાઇટની કેટલીક મુખ્ય ખાસિયતોમાં સામેલ છેઃ

·         સુંદર ડિઝાઇન: લાઇટ રિમલેસ ડિઝાઇન અને એડજસ્ટેબલ રિસેસ માઉન્ટિંગ વ્યવસ્થા ધરાવે છે, જે કોઈ પણ કટ હોલમાંથી લાઇટને સેટ કરવામાં મદદ કરે છે.

·         અલ્ટ્રા-સ્લિમઃ લાઇટ સ્લીક અને સ્લિમ માળખું ધરાવે છે તથા ઉપયોગ થયેલા મુખ્ય પાસાઓ પૈકીનું એક પાસું પ્રેસ ડાયકાસ્ટ એલ્યુમિનિયમ હાઉસિંગ છે, જેના પરિણામે લાઇટ લાઇટવેઇટ બની છે.

·         ઊર્જાદક્ષતાઃ આ પેનલ લાઇટ ટકાઉ કેટેગરી અંતર્ગત આવે છે, કારણ કે આ વીજળીનો ઓછો ઉપયોગગ કરે છે તથા ટકાઉ અને વિશ્વસનિય છે.

·         આંખ પર દબાણ નહીં: રિમલેસ LED લાઇટ એક મોડલ છે, જે આંખોને દબાણ દૂર કરવામાં મદદ કરે છે અને વિઝ્યુઅલ થાક દૂર કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.