સિસ્કા પર્સનલ કેરએ ઇનોવેટિવ અને વિશિષ્ટ ‘અલ્ટ્રા ટ્રિમ પ્રો સ્ટાઇલિંગ કિટ’ લોન્ચ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/Syska-Trimmer-1024x879.jpg)
પર્સનલ કેર સેગમેન્ટમાં અગ્રણી સ્વદેશી બ્રાન્ડ સિસ્કા પર્સનલ કેરએ ઇનોવેટિવ ‘HT3500K અલ્ટ્રા ટ્રિમ પ્રો સ્ટાઇલિંગ કિટ’ પ્રસ્તુત કરી છે. સિસ્કા પર્સનલ કેર એપ્લાયન્સિસે પુરુષો માટે પર્યાપ્ત સ્વચ્છતાની જરૂરિયાતો પૂર્ણ કરવા અને સ્ટાઇલિંગ સિલેક્શન આપવાના ઉદ્દેશ સાથે ઇનોવેટિવ અને ટેકનોલોજી-સંચાલિત ગ્રમિંગ ઉતપાદનો ઓફર કરવાનો માર્ગ પ્રશસ્ત કર્યો છે.
સિસ્કા HT3500K અલ્ટ્રા ટ્રિમ પ્રો સ્ટાઇલિંગ કિટ દરેક ઇંચના ટ્રિમિંગ પર 0.5 એમએમની સ્ટાઇલિંગ સચોટતા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રિમર મુખ્ય હેર ક્લિપર, બોડી ગ્રૂમર, નોઝ/ઇયર ટ્રિમર અને સ્ટબ્બલ કોમ્પ સાથે વિસ્તૃત ગ્રૂમિંગ સ્કિલ ઓફર કરે છે. આ પ્રોડક્ટ સ્ટેઇનલેસ સ્ટીલ સેલ્ફ-શાર્પનિંગ બ્લેડ ધરાવે છે, જે દરેક વખતે સચોટ ટ્રિમ સુનિશ્ચિત કરે છે.
સિસ્કા HT3500K અલ્ટ્રા ટ્રિમ પ્રો સ્ટાઇલિંગ કિટ પ્રસ્તુત કરવા પર સિસ્કા ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગુરુમુખ ઉત્તમચંદાનીએ કહ્યું હતું કે, “રોગચાળાએ પર્સનલ કેર સેગમેન્ટ માટે અભૂતપૂર્વ તક પ્રસ્તુત કરી છે, ખાસ કરીને જરૂરિયાત તરીકે ગ્રૂમિંગ કિટ્સ માટે. સિસ્કામાં અમે સૌથી વધુ અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતા પાસાં અને સાથે સાથે સરળતાપૂર્વક ઉપયોગ કરી શકાય એવા ઉત્પાદનો પૂરાં પાડવા આતુર છીએ.
સિસ્કા HT3500K અલ્ટ્રા ટ્રિમ પ્રો સ્ટાઇલિંગ કિટથી સ્ટાઇલિંગ લૂક મેળવી શકો છો, એ પણ તમારા ઘરે સુવિધાજનક રીતે. આપણે સિંગલ ટ્રિમર પર ગ્રૂમિંગ કિટમાં મોટા પાયે વૃદ્ધિ જોઈ રહ્યાં છીએ, કારણ કે વધુને વધુ ગ્રાહકો અત્યારે સંપૂર્ણ પર્સનલ હાઇજીન ઉત્પાદનો મેળવવા ઇચ્છે છે.”
HT3500K નિશ્ચિત, સ્પષ્ટ અને વધારે સુવ્યવસ્થિત લૂક પ્રદાન કરવા શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અને કામગીરી કરે છે. સિસ્કા HT3500K અલ્ટ્રા ટ્રિમ પ્રો સ્ટાઇલિંગ કિટ 2 વર્ષની વોરન્ટી સાથે આવે છે અને એની કિંમત રૂ. 2,499/- છે. આ તમામ ટોચના રિટેલ આઉટલેટ અને મુખ્ય ઇકોમર્સ પ્લેટફોર્મ પર ખરીદી માટે ઉપલબ્ધ છે.
સિસ્કા HT3500K અલ્ટ્રા ટ્રિમ પ્રો સ્ટાઇલિંગ કિટની મુખ્ય ખાસિયતો
1. IPX7 વોટર રેસિસ્ટન્ટ: સિસ્કા HT3500K ટ્રિમ વોટર રેસિસ્ટન્ટ છે અને યુઝર્સને પાણીમાં પ્રોડક્ટનો ધોવાની સુવિધા આપે છે.
2. 100-120 મિનિટનો વર્કિંગ ટાઇમ: સિસ્કા HT3500K ટ્રિમર બે કલાકના ચાર્જિંગ ટાઇમ સાથે 100થી 120 મિનિટનો રનિંગ ટાઇમ ઓફર કરે છે.
3. લાઇટ વેઇટ: HT3500K ટ્રિમર સુવિધાજનક રીતે ડિઝાઇન કરેલું છે અને લાઇટ વેઇટ છે, જે એને પ્રવાસ દરમિયાન પણ આદર્શ સાથી બનાવે છે.
4. કોર્ડ અને કોર્ડલેસ ઉપયોગ: સિસ્કા HT3500K સ્ટાઇલિંગ કિટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે, એનો ઉપયોગ કોર્ડ અને કોર્ડલેસ એમ બંને રીતે કરી શકાય.
5. શ્રેષ્ઠ રક્ષણ: સિસ્કા HT3500K ત્વચાને અનુકૂળ છે અને એની સચોટ ટ્રિમિંગ કામગીરી સાથે મેનેજ કરવામાં વિશ્વસનિય છે. આ સંવેદનશીલ ભાગમાં ત્વચાને નુકસાન ન કરે કે ઉતાવળમાં ઇજા ન કરે એવી ડિઝાઇન ધરાવે છે.
6. લંબાઈનું સેટિંગ: સિસ્કા HT3500K સ્ટાઇલિંગ કિટ વ્યક્તિની સ્ટાઇલિંગ ઇચ્છા પૂર્ણ કરવામાં મદદ કરવા 20 અલગ-અલગ લંબાઈના સેટિંગ્સ ધરાવે છે. ટ્રિમર સાથે જોડેલું જોગ ડાયલ એને લંબાઈના સેટિંગ્સ બદલવા સરળ બનાવે છે અને તમે ટ્રિમ કરો એ દરેક ઇંચ પર 0.5 એમએમની સચોટતા સુનિશ્ચિત પણ કરે છે.
7. સ્ટેઇનલેસ સ્ટીલની બ્લેડ : સ્ટેઇનલેસ સ્ટીલની સેલ્ફ-શાર્પનિંગ બ્લેડ દરેક વખતે એકસમાન સરળ ટ્રિમની સુનિશ્ચિત કરશે. આ ગુણવત્તાયુક્ત બ્લેડ સાથે શાર્પ અને ક્લીન લૂક આપે એવી સચોટતા સાથે સજ્જ છે.
8. એકથી વધારે જોડાણ: કિટ શરીરના વિવિધ ભાગ માટે વિવિધ સ્ટાઇલના વિકલ્પ માટે ત્રણ બદલી શકાય એવી જોડાણ ધરાવે છે.