સિસ્કા LEDએ ઇરફાન સાથે નવું એડવર્ટાઇઝિંગ અભિયાન શરૂ કર્યું
અભિયાનમાં સિસ્કા LED ઉદ્યોગમાં કેવી રીતે પથપ્રદર્શક બની અને અત્યારે ઘરેઘરે જાણીતું નામ કેવી રીતે બની ગઈ એની રજૂઆત કરવામાં આવી છે
મુંબઈ, 10 જુલાઈ, 2019: ભારતમાં LED લાઇટિંગ ઉદ્યોગમાં અગ્રણી કંપની સિસ્કા LEDએ બોલીવૂડનાં સિતારા ઇરફાન ખાનને ચમકાવતું એનું લેટેસ્ટ એડવર્ટાઇઝિંગ અભિયાન લોંચ કર્યું છે. આ જાહેરાત અત્યારે લોકપ્રિય ટીવી ચેનલ્સ પર પ્રસારિત થઈ રહી છે અને દેશભરમાં મૂવી સ્ક્રીન્સ પર પણ પ્રસારિત થશે. આ અભિયાન ભારતીય બજારમાં થોડાં વર્ષ અગાઉ LED લાઇટિંગ પ્રસ્તુત કરવાનાં સિસ્કાની ક્રાંતિકારી પગલાંને અને બ્રાન્ડ LED સેગમેન્ટમાં કેવી રીતે અગ્રણી નામ બની ગઈ એ રજૂ કરે છે.
સિસ્કાએ નવીન ટેકનોલોજીઓ અને ઉત્પાદનો સાથે સારી રીતે ખેડાયેલા બજારમાં પરંપરાઓને તોડી છે તથા લાઇટિંગ ઉદ્યોગમાં અત્યારે અગ્રણી બ્રાન્ડ બની ગઈ છે. સિસ્કાની LED રેન્જનાં ઉત્પાદનો 70 ટકા ઓછી ઉર્જાનો વપરાશ કરે છે અને ઘેરઘેર જાણીતું નામ છે, જેનો વિસ્તૃત ઉપયોગ ઘર, ઓફિસ, ઉદ્યોગ અને આઉટડોરમાં થાય છે. અત્યારે સિસ્કા ગ્રાહકોની સતત બદલાતી જરૂરિયાતને પૂર્ણ કરવા 600થી વધારે ઉત્પાદનો ઓફર કરે છે. ઉપરાંત કંપની દેશભરમાં ઘણી LED એક્ષ્પેરિમેન્ટલ લોંજીસ ધરાવે છે. કંપની સતત ઇનોવેશનમાં માને છે અને એટલે આઇઓટી અનેબલ્ડ સ્માર્ટ હોમ LED લાઇટિંગ ઉત્પાદનો પ્રસ્તુત કર્યા છે, જે એપ આધારિત છે અને વોઇસ કન્ટ્રોલ્ડ છે. સિસ્કા ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ આપવા માટે હંમેશા મોખરે છે અને આ લેટેસ્ટ જાહેરાત દ્વારા એફએમઇજી ઉદ્યોગમાં એનાં વિઝનરી લીડરશિપને પ્રદર્શિત કરવા આતુર છે.
આ નવી ટીવી કમર્શિયલ (ટીવીસી)નાં લોંચ પર સિસ્કા ગ્રૂપનાં ચીફ માર્કેટિંગ ઓફિસર અમિત સેઠિયાએ કહ્યું હતું કે, “LED લાઇટિંગ સેગમેન્ટમાં સિસ્કાની ટેકનોલોજી લીડરશિપને ધ્યાનમાં રાખીને અમારી લેટેસ્ટ ટીવીસીનો વિચાર કરવામાં આવ્યો છે. અમારાં બ્રાન્ડ એમ્બેસેડર ઇરફાન ખાન સાથે અમે સિસ્કાનાં LED લાઇટિંગ કેટેગરીમાં ફર્સ્ટ-મૂવરનો સિસ્કાને પ્રાપ્ત થયેલા લાભનો સંદેશ મજબૂત કરવા પ્રયાસ કર્યો છે. ઉપરાંત અમે એક બ્રાન્ડ તરીકે સિસ્કાએ ગ્રાહકોને પરંપરાગત સીએફએલ બલ્બોમાંથી LED તરફ વળવા કેવી રીતે સક્ષમ બનાવ્યાં એનો સંદેશ આપ્યો છે.”
નવી જાહેરાત પર આઇબીડી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં ચીફ ક્રિએટિવ ઓફિસર રાહુલ ગુપ્તાએ કહ્યું હતું કે, “સિસ્કાની શરૂઆતથી ઇરફાન બ્રાન્ડ એમ્બેસેડર અને કંપનીનો અવાજ રહ્યો છે. એનું નિખાલસ વ્યક્તિત્વ અને હકીકતોને પ્રામાણિકતાપૂર્વક રજૂ કરવાનો ગુણ સિસ્કાની ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનોને અનુરૂપ છે, જે વિશ્વસનિય અને વાજબી છે.”
બ્રાન્ડ તરીકે સિસ્કાએ વ્યૂહાત્મક રીતે માર્કેટિંગ અને એડવર્ટાઇઝિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તાજેતરમાં કંપનીએ સોની ટીવીનાં ધ કપિલ શર્મા શો, ઝી મરાઠીનાં ‘ચલા હવા યેઉ દ્યા’ અને સ્ટાર વિજયનાં ‘કલક્કા પોવાથુ યારુ’ જેવા લીડિંગ સ્ટેન્ડ-અપ કોમેડી શોને સ્પોન્સર કર્યા છે. ગ્રૂપ એની LED લાઇટ, સ્માર્ટ ફોન ઉપકરણો, પર્સનલ કેર ઉપકરણો અને મોબાઇલ એક્સેસરીઝ સેગમેન્ટ અંતર્ગત નવા અને ઇનોવેટિવ ઉત્પાદનોનું ઝડપથી વિસ્તરણ કરે છે અને પ્રસ્તુત કરે છે. જુલાઈ, 2018માં સિસ્કાએ વાયર્સ અને કેબલ્સ બિઝનેસમાં પ્રવેશ કરીને નવી કેટેગરીમાં ડાઇવર્સિફિકેશન કર્યું હતું તથા આ માટે શ્રી અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં હતાં.