સિહોરની અરિહંત મીલમાં ભીષણ ધડાકો, ૧૨ મજૂરો દાઝ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/01/Fire-2.jpg)
પ્રતિકાત્મક
ભાવનગર, સિહોર નજીક ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-૪ માં અરિહંત ફરનેશ ફેકટરીમાં ગત મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. રાત્રીના ૧૨ કલાકે ભઠ્ઠીમાં કોઈ કારણોસર ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેમાં કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડતા તેમજ બ્લાસ્ટના કારણે દોડધામ મચી જતા ૧૨ મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સિહોર-ઘાંઘળી રોડ પર આવેલી જીઆઇડીસી-૪ માં આવેલી અરિહંત ફરનેશ ફેક્ટરીમાં ગત રાત્રીના ૧૨ કલાકે ભઠ્ઠીમાં બળતણ નાખતા અચાનક કોઈ કારણોસર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી હતી.
આ સમયે ફેકટરીમાં ૧૭ જેટલા મજૂરો કામ કરતા હોય અને અચાનક બ્લાસ્ટ થતા કોલસા અને લોખંડનો ગરમ રસ ઉડતા તે મજૂરો પર પડ્યો હતો. બ્લાસ્ટની ઘટનાને પગલે ફેક્ટરીમાં દોડધામ મચી જવા પામી હતી. જેમાં ભાગવા જતા દાઝેલા મજૂરો વધુ દાઝ્યા હતા
અને ૧૨ જેટલા મજૂરો દાઝી જતા તાકીદે આ બનાવની જાણ ૧૦૮ ને કરતા ભાવનગર, નારી, સિહોર, વલ્લભીપુર સહિતની પાંચ ૧૦૮ એમ્બ્યુલન્સ ત્યાં દોડી ગઈ હતી અને તાકીદે દાઝેલા મજૂરોને સારવાર માટે સિહોર તથા ભાવનગર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.