Western Times News

Gujarati News

સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ એક સમાન

પ્રતિકાત્મક

અમદાવાદ, દિવસેને દિવસે મોંઘવારી માઝા મૂકી રહી છે. એવામાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સીંગતેલ અને કપાસિયા તેલ બંનેના ભાવમાં ભડકો થયો છે. પેટ્રોલ અને ડીઝલની માફક હવે સીંગતેલ અને કાપસીયા તેલના ભાવમાં પણ વધુ ફરક નથી રહ્યો. એક બાજુ કોરોનાનો કેર અને બીજી બાજુ વધી રહેલ મોંઘવારી, સામાન્ય માણસ જાય તો ક્યાં જાય.

ખાદ્ય તેલના ભાવ ૨,૪૨૫થી ૨,૫૦૦ પહોંચ્યા છે. મોંઘવારીને લઈને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. તો રોજે રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. જેને પગલે જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ વધ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલ ૧૦૦ રૂપિયાને પાર પોહ્‌ચવા આવ્યા છે.

ત્યારે ખાદ્ય તેલના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોળવાયું છે. સીંગ તેલ, કપાસિયા તેલ અને સનફ્લાવર તેલના ભાવ એક સરખા થતા જાેવા મળી રહ્યા છે. ત્યારે વેપારીઓને પણ નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. જાે આજ રીતે ભાવ જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવમાં વધારો થતો રહેશે તો આ મોંઘવારી ક્યાં જઈને અટકશે તે એક સવાલ ઉભો થઇ રહ્યો છે. કોરોનાંએ પહેલાથીજ લોકોની હાલત કફોડી કરી છે. એમાં આ મોંઘવારીમાં વધારો થતા પડ્યા પર પાટુ સમાન સાબિત થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.