Western Times News

Gujarati News

સીંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ વિષય આધારિત NCC ગર્લ્સ કેડેટ્સ દ્વારા વર્કશોપનું આયોજન

આણંદ: સમગ્ર દેશભરમાં ૧ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ઉજવણીમાં દેશભરના એન.સી.સી. કેડેટ્સ પણ કદમ થી કદમ મિલાવીને સહભાગી બની રહ્યા છે.

આણંદ જિલ્લામાં આવેલી ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ શ્રી રાજેશ યાદવના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તેમજ વિધાનગર નેચર ક્લબ, પી.જી. ડીપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ તથા એન.એસ.પટેલ આર્ટસ કોલેજ આણંદ અને કોમ્યુનીટી સેન્ટર વિધાનગરના સંયુક્ત ઉપક્રમે સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ટાળવા તેમજ તેનો ઉપયોગ અટકાવવાના વિષય આધારિત વર્કશોપનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ વર્કશોપમાં શાળા-કોલેજની વિધાર્થીનીઓ અને ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયનની કેડેટ્સ દ્વારા પ્લાસ્ટિકથી માનવજીવન પર થતી અસરો, પર્યાવરણ તથા પ્રાણીઓ પર થતો કુપ્રભાવ, પ્લાસ્ટિક ઉપયોગથી થતા વિવિધ રોગ અને મૃત્યુ જેવા વિષયો પર વ્યાખ્યાન તેમજ જાણકારી આપી હતી.

આ વર્કશોપમાં શ્રીમતી નમ્રતા કોલ દ્વારા પ્લાસ્ટિકના વિકલ્પ સ્વરૂપ હાથવણાટની થેલીઓ તેમજ અન્ય વિકલ્પો વિશે  બનાવટોની સમજ આપી હતી. વી.પી.સાયન્સ કોલેજના પ્રાધ્યાપક રાજીવ ભટ્ટી દ્વારા ઉપસ્થિત તમામ વિધાર્થીનીઓ, કેડેટ્સ તેમજ અગ્રણીઓને પ્લાસ્ટિક ઉપયોગ પ્રતિબંધ માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ વર્કશોપમાં જાણકારી મેળવીને વિધાર્થીનીઓ અને ગર્લ્સ કેડેટ્સ દ્વારા પ્લાસ્ટિક વપરાશ બંધ વિષય આધારીત રેલી કાઢવામાં આવી તેમજ પ્લોગિંગ એટલે કે ચાલતા ચાલતા પ્લાસ્ટિક એકત્ર કરવા પર સમજ આપવામાં આવી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.