Western Times News

Gujarati News

સીંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્જિકલ માસ્ક અને હાથના મોજાનું વિતરણ

(તસ્વીર ઃફારુક પટેલ, સંજેલી) સીંગવડ ખાતે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિભા ના આર્થિક સહયોગથી શિક્ષણાફાઉન્ડેશન ના માર્ગદર્શન હેઠળ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સર્જીકલ માસ્ક હેન્ડગ્લોવેસ નુ વિતરણ કરવામાં આવ્યું.

સીંગવડ તાલુકા મથકે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગુરૂવારના રોજ. વિભા અમેરિકાના આર્થિક સહયોગથી અને શિક્ષણા ફાઉન્ડેશન બેંગ્લોરના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ની કોહેજન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના અમલીકરણથી નવેમ્બર ૨૦૧૯ થી સીંગવડ તાલુકાની પ્રાથમિક શાળાઓ માં ચાલતા સમ્યક પ્રેરણા કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતાં બાળકોને દરરોજ સમયસર શાળામાં આવે તેમજ રમતગમતોમાં ભાગ લે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

પરંતુ હાલ ચાલી રહેલા કોરોના વાઇરસ ની મહામારીમાં સીંગવડ તાલુકાના આરોગ્ય કેન્દ્રના તબીબો અને કર્મચારીઓ તેમજ પ્રાથમિક શાળાના શિક્ષક મિત્રોને વિભા ના આર્થિક સહયોગ થી દ્ગ૯૫ માસ્ક ૨૫૦૦.સર્જિકલ માસ્ક ૧૨૦૦૦ અને હેન્ડગ્લોવેસ ૭૩૦૦ મળી કુલ ૨૧૮૦૦ નંગ નું સિંગવડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોહેઝન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી ટીડીઓ ની ઉપસ્થિતિમાં આરોગ્ય અધિકારી અને બીઆરસી કો ઓર્ડિનેટરને તબીબો અને સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.