સીઈઓની બેઠકમાં મુકેશ અંબાણી સાથે ટ્રમ્પની વિસ્તારપૂર્વક ચર્ચા
નવી દિલ્હી, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય સીઈઓની સાથે વિસ્તારપૂર્વક વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, આવનાર દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને બિઝનેસના સંબંધ વધુ મજબૂત બનશે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે.
તેનાથી તેઓ ખુબ જ ખુશ અને પ્રભાવિત થયા છે. તમામ ટોચના ઉદ્યોગપતિઓ અને સીઈઓ સાથે ટ્રમ્પે વાતચીત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, આપના પીએમ સ્પેશિયલ અને ટફમેન તરીકે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ભારત અને અમેરિકા સાથે મળીને સારા કામ કરી રહ્યા છે.
તેઓ રોજગારીની તકો ઉભી કરી રહ્યા છે. ઉદ્યોગપતિઓની મદદથી આ સફળતા મળી રહી છે. મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ આ મિટિંગમાં ઉપÂસ્થત રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, આ એક બિઝનેસ મિટિંગ હતી પરંતુ આ બેઠકમાં ટ્રમ્પે ચૂંટણીને લઇને મોટી વાત કરી હતી. ટ્રમ્પે ઉમેર્યું હતું કે, બંને દેશો આવનાર સમયમાં જુદા જુદા ક્ષેત્રોમાં વધુ સમજતિ કરી શકે છે.
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, પ્રમુખની ચૂંટણીમાં તેઓ ફરી મેદાનમાં ઉતરી રહ્યા છે અને જ્યારે જીતશે ત્યારે બજારમાં તેજી આવશે. આ બેઠકમાં ગૌત્તમ આદાણી, મુકેશ અંબાણી જેવા બિઝનેસમેનો ઉપÂસ્થત રહ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે, આવનાર દિવસોમાં ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને બિઝનેસ સંબંધો નવી ઉંચાઈ ઉપર જશે.
ભારત અને અમેરિકા વચ્ચે ત્રણ અબજ ડોલરની ડિફેન્સ ડિલને લઇને જે વાતચીત થઇ છે તે ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ મિટિંગમાં અનેક મહત્વના સવાલો પણ સીઈઓ તરફથી ઉઠાવવામાં આવ્યા હતા જેનો જવાબ અમેરિકી પ્રમુખ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યા હતા.
આ વાતચીત દરમિયાન અમેરિકી પ્રમુખ સમક્ષ રિલાયન્સના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા પણ પ્રશ્નો કરવમાં આવ્યા હતા જેના વિસ્તારપૂર્વક જવાબ ટ્રમ્પે આપ્યો હતો. ટ્રમ્પે અમેરિકામાં કારોબારના મુદ્દે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતુ કે, અમેરિકામાં તેમની કંપનીઓની પહેલાની સરખામણીમાં હવે વધારે મદદ મળી રહી છે. આશા રાખીએ છીએ કે, આવનાર દિવસોમાં પણ મદદ મળતી રહેશે. જુદા જુદા કાનૂનના મુદ્દા ઉપર પણ વાતચીત કરવામાં આવી હતી. મુકેશ અંબાણીએ વિસ્તારપૂર્વક પ્રશ્નો રજૂ કર્યા હતા.