Western Times News

Gujarati News

સીએએના નિયમ-કાયદા બનાવવામાં વધુ વિલંબ થશે, ગૃહ મંત્રાલયે ૬ મહિનાનો સમય માંગ્યો

નવીદિલ્હી: ગૃહ મંત્રાલયે નાગરિકતા સંશોધન કાયદા (સીએએના )ના નિયમ બનાવવા માટે વધુ ૬ મહિનાનો સમય માંગ્યો છે. મંત્રાલયે મંગળવારે સંસદને આ વાતની જાણકારી આપી. મંત્રાલયે રાજ્યસભા અને લોકસભાની સમિતિઓ પાસે ૯ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીનો સમય માંગ્યો છે. સીએએના પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતી અને ઉત્પીડનનો શિકાર બનેલા હિન્દુ, પારસી, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ભારતીય નાગરિકતા આપવાની મંજૂરી આપે છે.

કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ પૂછ્યું હતું કે,સીએએના નિયમોને અધિસુચિત કરવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે કે નહીં. તેઓએ તારીખ નક્કી ન થઈ હોવાની સ્થિતિમાં મંત્રાલય પાસે તેનું કારણ પણ પૂછ્યું હતું. તેની પર ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે સીએએને ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ અધિસૂચિત કરવામાં આવ્યું હતું અને તે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજથી પ્રભાવમાં આવી ગયું હતું.

પોતાના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદો, ૨૦૧૯ના નિયમોને નક્કી કરવા માટે લોકસભા અને રાજ્યસભાની સમિતિઓ સમક્ષ ૦૯.૦૧.૨૦૨૨ સુધીનો સમય માંગવાની વિનંતી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કાયદા પર ૧૨ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સહમતિ વ્યક્ત કરી હતી. ઝ્રછછ સામે આવ્યા બાદ મોટાપાયે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. દેશની અનેક વિપક્ષી પાર્ટીઓ અને સમૂહોએ કાયદાને લાગુ કરવા સામે વિરોધ કર્યો હતો.

સીએએના કાયદા મુજબ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનના કારણે ભારતમાં ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી આવનારા હિન્દુ, પારસી, શીખ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ ધર્મના લોકોને ગેરકાયદેસર પ્રવાસી નહીં માનવામાં આવે. તેની સાથોસાથ તેમને કાયદાકિય જાેગવાઈઓ હેઠળ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવામાં સરળતા રહેશે. જાે આ દેશો અને આ સમુદાયના લોકોની પાસે માતા-પિતાના જન્મસ્થાનનું પ્રમાણ નથી તો ભારતમાં ૬ વર્ષ રહ્યા બાદ નાગરિકતા માટે અરજી કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.