Western Times News

Gujarati News

સીએએ વિરોધી પ્રદર્શનમાં સામેલ લોકોની સંપત્તિ જપ્ત કરાશે: યોગી

લખનૌ, ઉત્તરપ્રદેશના લખનૌમાં ગત વર્ષ સીએએ એનઆરસીની વિરૂધ્ધ થયેલ પ્રદર્શનો દરમિયાન હિંસા ઉશ્કેરનારા આઠ આરોપીઓના ઘરની બહાર પોલીસે નોટીસ લગાવી દીધી છે.પોલીસનું કહેવુ છે કે જે લોકોના ઘરની બહાર નોટીસ લગાવવામાં આવી છે તેમના પર યુુપી ગેંગસ્ટર એકટ અને યુએપીએ એકટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે આ તમામ લોકો કેસ દાખલ થયા બાદથી જ ફરાર છે.

ઠાકુરંગજ પોલીસના એસએચઓ રાજકુમારે કહ્યું કે સીએએ એનસીઆરની વિરૂધ્ધ થયેલ પ્રદર્શનો દરમિયાન હિંસા ભડકાવનારા ૨૭ લોકોની વિરૂધ્ધ આ વર્ષ માર્ચમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો તેમાંથી સાતને કોર્ટ જઇ પોતાની ધરપકડ પર સ્ટે લઇ સીધો જયારે ૧૧ની ધરપકડ કરવામાં આવી હતી બાકીના બચેલા આઠ લોકો ફરાર છે આથી અમે તેમના ઘરની બહાર નોટીસ લગાવી છે.હવે અમે સીઆરપીસીના નિયમોની હેઠળ કોર્ટ જઇ તેમની સંપત્તિ જપ્ત કરવાની માંગ કરીશું.

એ યાદ રહે કે લખનૌના અનેક વિસ્તારોમાં સીએએ એનઆરસી પ્રદર્શનો દરમિયાન હિંસા થઇ હતી ઠાકુરગંજમાં પણ ૧૯ ડિસેમ્બરે તોફાનો થયા હતાં લખનૌ પોલીસે જે ૨૭ લોકો પર પ્રદર્શન દરમિયાન હિંસા ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો છે તેના પર સતખંડ પોલીસ આઉટપોસ્ટમાં આગ લગાવવાનો આરોપ છે પ્રદર્શન દરમિયાન અનેક વાહનો અને જાહેર સંપતિઓને પણ નુકસાન પહોંચ્યુ હતું.

આ વર્ષ માર્ચમાં લખનૌ પોલીસે હિંસાના આરોપીની તસવીરો વાળા હોર્ડિંગ અનેક જગ્યા પર લગાવ્યા હતાં જાે કે ત્યારે અલ્હાબાદ હાઇકોર્ટે યુપી શાસનને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે અંગતતાનો ભંગનો મામલો બતાવ્યો હતો બાદમાં યોગી સરકારે આ હોર્ડિગ્સ ને ઉતારી દીધા હતાં જીલ્લામાં અનેક પોલીસ સ્ટેશનોમાં સેકડો લોકોની વિરૂધ્ધ હિંસામાં સામેલ થવાના મામલા દાખલ છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.