સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામમાં ૨.૫૦નો વધારો
અમદાવાદ, નવા વર્ષે જ સીએનજી વાહન ચાલકોને ઝટકો લાગ્યો છે. સીએનજી ગેસ વિતરણ કંપનીઓમાંથી અદાણી ગેસ તરફથી ભાવમાં પ્રતિ કિલોગ્રામ ૨.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવ વધારાનો પહેલાથી જ રિક્ષા ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવતો હતો.
હવે ફરીથી ભાવ વધારો થયો છે ત્યારે ફરી ભાવ વધારાનો વિરોધ ઉઠી શકે છે. અમદાવાદમાં ભાવ વધારા પહેલા એક કિલોગ્રામ સીએનજીની કિંમત ૬૭.૫૯ રૂપિયા હતી. હવે તેમાં ૨.૫ રૂપિયાનો વધારો થતાં નવો ભાવ ૭૦.૦૯ રૂપિયા થયો છે.
આ જ રીતે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ નવા વર્ષના પ્રથમ દિવસે કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિત રહ્યા છે. નવા વર્ષના પ્રથમ દિવસે થોડી રાહત મળી છે. આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી થયો. તો સરકારી ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એક સાથે ૧૦૨ રૂપિયાનો ઘટાડો કર્યો છે.
જાેકે, આ ભાવ ઘટાડો ૧૯ કિલોગ્રામના કૉમર્શિયલ ગેસ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. આ સમાચાર હોટલોથી લઈને કૉમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા અન્ય લોકો માટે ચોક્કસ રાહત આપનારા છે. કિંમતમાં ઘટાડા બાદ હવે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની નવી કિંમત ૧૯૯૮.૫૦ રૂપિયા થઈ છે.
ઉલ્લેખનીય છે કે ૩૧મી ડિસેમ્બર સુધી ૧૯ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૨,૧૦૧ રૂપિયા હતી. બીજી તરફ ઘરેલૂ ગેસ સિલિન્ડર એટલે કે ૧૪.૨, ૧૦ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. રસોઈ માટે વપરાતા ગેસ સિલિન્ડરની કિંમત જેમની તેમ રાખવામાં આવી છે. આ પહેલા નવેમ્બર મહિનામાં પહેલી તારીખ ૧૯ કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે ૨૬૬ રૂપિયાનો વધારો કરાયો હતો.
જે બાદમાં કિંમત ૨,૦૦૦.૫૦ રૂપિયા પર પહોંચી હતી. સરકારી કંપનીઓએ આશરે એક મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર રાખી છે. આજે વર્ષના પ્રથમ દિવસે એટલે કે ૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જાેકે, હાલ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાને પાર ચાલી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલની વધેલી કિંમતની સીધી અસર આમ-આદમી પર પડી રહી છે.
કેન્દ્ર સરકારે દિવાળીના એક દિવસ પહેલા એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જે બાદમાં અમુક રાજ્યોએ પણ વેટમાં ઘટાડાની જાહેરાત કરી હતી. જેના પગલે લોકોને થોડી રાહત થઈ છે. આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૯૫.૪૧ રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલની કિંમત ૮૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર છે.SSS