સીએનજીના ભાવમાં ૫-૬ રૂપિયાના ઘટાડાની શક્યતા
અમદાવાદ, સીએનજીની મોંઘવારીથી પરેશાન લોકો માટે સારા સમાચાર છે. તેની કિંમત આગામી થોડા દિવસોમાં ઘટી શકે છે. ઉદ્યોગ નિષ્ણાતોનું કહેવું છે કે ગેસનું વિતરણ કરતી કંપનીઓ માટે તેની કિંમતમાં ઘટાડો થયો છે. તેનાથી તેની કિંમતમાં ઘટાડો થવાની ધારણા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સીએનજીના ભાવમાં ધરખમ વધારો થયો છે.
છેલ્લા બે મહિનામાં તેની કિંમત ૧૨ વખત વધી છે. ગુજરાતમાં સીએનજીનું વેચાણ કરતી બે મુખ્ય કંપનીઓ ગુજરાત ગેસના પ્રતિ કિલોના ભાવ રુ.૮૨.૧૬ છે જ્યારે અદાણી સીએનજીના ભાવ રુ. ૮૨.૫૯ છે. છેલ્લા એક વર્ષમાં કિંમતોમાં ૩૦.૨૧ રૂપિયા પ્રતિ કિલો અથવા ૬૦ ટકાનો વધારો થયો છે. પરંતુ આગામી થોડા દિવસોમાં તેમાં ૫-૬ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે.
રાજ્યની માલિકીની ગેઇલ મે મહિનાના બીજા ક્વાર્ટરમાં સિટી ગેસ કંપનીઓને ૮.૦૪ ડોલર પ્રતિ એમએમબીટીયુના દરે કુદરતી ગેસ સપ્લાય કરશે, એમ ઉદ્યોગના એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. આ પુરવઠો સ્થાનિક ઉપયોગ અને પરિવહન માટે હશે. આનાથી કંપનીઓને સીએનજીની કિંમતમાં પ્રતિ કિલો ૫-૬ રૂપિયાનો ઘટાડો કરવામાં મદદ મળશે. એક્ઝિક્યુટિવે કહ્યું કે આ કપાત ઓપરેટરથી ઓપરેટર સુધી બદલાઈ શકે છે.
સિટી ગેસ કંપનીઓ ૬.૧૦ ડોલરના દરે ઘરેલું ગેસ ખરીદે છે. તદનુસાર, ગેઇલના ગેસની કિંમત ઊંચી છે પરંતુ તે આયાતી ગેસ કરતાં ઘણી ઓછી છે. દેશમાં સીએનજીની માગ વધી રહી છે અને ઘરેલુ ગેસ આ માંગને સંતોષી રહ્યો નથી. તેથી આ કંપનીઓએ ગેસની આયાત કરવી પડશે. ઇન્ટરનેશનલ સ્પોટ માર્કેટમાં ગેસના ભાવ છેલ્લા આઠ મહિનાથી અસ્થિર છે. હાલમાં તેની કિંમત પ્રતિ એમએણબીટીયુ ૨૨ ડોલર છે.
એક એક્ઝિક્યુટિવે કહ્યું કે જે કંપનીઓ વધુ આયાત કરે છે. તેમને ગેઇલના ભાવથી ફાયદો થશે. ઘણી કંપનીઓ ૧૦ થી ૧૫ ટકા આયાત કરે છે. હવે સીએનજીના ભાવમાં વધુ ઝડપથી ફેરફાર થવાની શક્યતા છે.
આનું કારણ એ છે કે ગેઇલ આયાત ખર્ચના આધારે દર ૧૫ દિવસ કે મહિને કિંમતમાં સુધારો કરશે. સરકારે તાજેતરમાં ગેસ ફાળવણી નીતિમાં ફેરફાર કર્યો છે. તદનુસાર, ગેઇલે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કિંમતોના આધારે સમાન મિશ્રિત ભાવે ગેસ સપ્લાય કરવાનો રહેશે.SS2KP