સીએનજીના ભાવ વધારાને કારણે રિક્ષાચાલકો લાલઘૂમ
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં રિક્ષાચાલકોની હાલત દયનીય બની ગઇ છે સિટી બસના પ્રારંભથી જ રિક્ષા ચાલકોના વેપાર-ધંધા પડી ભાંગ્યા છે.ત્યાં જ સીએનજી ગેસ માં પણ ૬.૪૫ પૈસાનો ભાવ વધારો ઝીંકાતા ફરી એકવાર રિક્ષાના ભાડા વધારાને લઈ મુસાફરો રિક્ષાચાલકો બેરોજગારીના ખપ્પરમાં ધકેલાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે સીએનજીમાં કરેલા ભાવ વધારીને પરત ખેંચવાની માગ કરી હતી.
ગુજરાતમાં પેટ્રોલ સેન્ચ્યુરીની ઉપર પહોંચી ગયો છે અને ડીઝલ પણ હવે સેન્ચુરીની આરે આવી ગયો છે તો બીજી તરફ સીએનજીના ગેસમાં ભાવ વધારાના પગલે રિક્ષાચાલકો ને હાલત દયનીય બની રહી છે.જેના પગલે સરકારે કરેલા સીએનજીના ભાવ વધારા મુદ્દે રિક્ષાચાલકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.સીએનજી ગેસ માં ભાવ વધારાના પગલે મુસાફરોના રિક્ષાના ભાડામાં પણ વધારો કરાય તો સરવાળે રિક્ષાચાલકોને નુકસાન થતું હોવાના આક્ષેપ પણ કરાયા છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા સીટી બસનો પ્રારંભ કરાયો ત્યાર થી જ રિક્ષાચાલકોની હાલત દયનીય બની હતી.ત્યારે હવે સરકાર દ્વારા સીએનજી ગેસના ભાવ વધારાના પગલે રિક્ષાચાલકોની વધુ કમર તૂટી રહી હોવાનો આક્ષેપ રિક્ષાચાલકો કરી રહ્યા છે.
ત્યારે જયભારત ઓટો રીક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ ર્મિજાની આગેવાનીમાં રિક્ષાચાલકો રેલવે સ્ટેશન ખાતે એકત્ર થઈને સરકાર સામે સીએનજી ગેસના ભાવ વધારા પરત ખેંચવાના સૂત્રોચાર સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ચિમકી આપતા જણાવ્યું હતું કે ગુજરાતના ૧૫ લાખ રિક્ષાચાલકો રીક્ષા રોડ ઉપર મૂકીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં સરકારને પોતાની તાકાત બતાવશે અને કોરોનાની મહામારીમાં સરકારે ૨૧૫ રૂપિયા ભથ્થું આપવાની વાત કરી હતી તે પણ આજરોજ સુધી નહીં આપતા તેમજ વારંવાર સીએનજી ના ભાવ વધતા રિક્ષાચાલકોની હાલત કફોડી બની છે.જેથી ભાવ વધાઈઓ પરત ખેંચવામાં આવે નહીં તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.