CNGમાં એક ઝાટકે ૫ રૂપિયાનો તોતિંગ વધારો
નવી દિલ્હી, નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે મોટો ઝટકો લાગ્યો છે. આજે કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં એક સાથે ૨૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ સીએનજીની કિંમતમાં તોતિંગ વધારો કરી દેવામાં આવ્યો છે.
જાેકે, આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. અમદાવાદમાં અદાણી ગેસ તરફથી સીએનજીની કિંમતમાં એક સાથે પાંચ રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ અમદાવાદમાં સીએનજીનો નવો ભાવ ૭૯.૫૯ રૂપિયા થયો છે.
અમદાવાદમાં સીએનજીનો જૂનો ભાવ ૭૪.૫૯ રૂપિયા હતો. સરકારી ઓઇલ કંપનીઓએ આજે એટલે કે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. દિલ્હી, મુંબઈ, સહિત દેશના વિવિધ શહેરોમાં આજે કિંમત સ્થિર રહી છે. ગુજરાતમાં પણ આજે ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા ૧૦ દિવસમાં પેટ્રોલની કિંમતમાં ૬.૪૦ રૂપિયાનો વધારો કર્યો છે.
દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૨ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવાર છ વાગ્યે બદલાય છે.
HPCL, BPCL અને IOC સવારે છ વાગ્યે નવો ભાવ લાગૂ કરે છે. તમે આ ભાવ તેમની વેબસાઇટ પર જઈને પણ જાણી શકો છો. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ જાેડ્યા બાદ ભાવ લગભગ ડબલ થઈ જાય છે.
વિદેશી મુદ્રાના ભાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતોના આધારે દરરોજ કિંમતમાં ફેરફાર થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ જીસ્જી કરીને પણ જાણી શકાય છે.
ઈન્ડિયન ઓઇલના ગ્રાહક RSP સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક RSP લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક HPPrice લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.SSS