ભગવંત માન સહિત ૨૧ સ્થળો જૈશ-એ-મોહમ્મદના નિશાન પર

ચંડીગઢ, પાકિસ્તાન દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પંજાબને હચમચાવી નાખવાની ધમકી આપી છે. તેમના નિશાના પર મુખ્યમંત્રી ભગવંત માન સહિત અકાલી દળના નેતાઓ જલંધરમાં શ્રી દેવી તાલાબ મંદિર, પટિયાલામાં કાલ માતા મંદિર સહિત ૨૧ સ્થળો છે.
સુલતાનપુર લોધી રેલ્વે સ્ટેશન માસ્ટર રાજબીર સિંહને મળેલા ધમકીભર્યા પત્ર પરથી આ વાત સામે આવી છે. ધમકી ૫ત્ર જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર સલીમ અન્સારીના નામે છે. સુલતાનપુર લોધી પોલીસ સ્ટેશન એસએચઓ બિક્રમજીત સિ઼હ પોલીસ ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ ચાલુ છે.
સ્ટેશન માસ્તર રાજબીર સિંહે કહયું કે તેમણે તરત જ જીઆરપીને જાણ કરી હતી. હાલમાં હિન્દીમાં લખાયેલો આ ધમકી પત્ર જમ્મુથી તપાસ માટે મોકલવામાં આવ્યો છે. પત્ર મુજબ પંજાબમાં આતંક મચાવવાનું મોટું ષડયંત્ર રચવામાં આવ્યું છે.
અમૃતસર, તરનતારનના રેલ્વે સ્ટેશનોને ઉડાવી દેવાની ધમકી પણ આપવામાં આવી છે. રાજબીરે જણાવ્યું કે આ પત્ર પોસ્ટમેન ટિકિટ કલાર્કને આપવામાં આવ્યો હતો. ટ્રેન પસાર થવાનો સમય હતો. વિચાર્યુ કે ગાડી નીકળી પછી જાેઇશું. તે પછી જયારે તેણે વાંચ્યુ ત્યારે તે સ્તબ્ધ થઇ ગયો. સીએમ ભગવંત માન સહિત પંજાબના ૨૧ સ્થળોને નિશાન બનાવવાની વાત હિન્દીમાં સાદા કાગળ પર લખવામાં આવી છે. તેમણે રેલ્વેના ઉચ્ચ અધિકારીઓને ધમકીના પત્ર અંગે જાણ કરી છે.
આ પત્રની લખાવટ જાેઇને તેને કોઇની ટીખળ માની શકાય. જાેકે, મુખ્યમંત્રી સહિત અકાલીદળના કેટલાક નેતાોઅને ઉડાવી દેવાની જૈશ-એ-મોહમ્મદની ધમકીને હળવાશથી લેવી યોગ્ય રહેશે નહી. પોલીસે આ ૫ત્રને તપાસ માટે જમ્મુ-કાશ્મીર મોકલ્યો છે.HS