સીએમ મમતા બેનર્જીએ ૨૨ વિપક્ષી નેતાઓને લખ્યો પત્ર

નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ચૂંટણીની જાહેરાતની સાથે તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઈ ગઈ છે. હજુ સુધી સત્તામાં રહેલી એનડીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી. પરંતુ રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષી નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સક્રિય થઈ ગયા છે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ૧૮ જુલાઈએ મતદાન અને ૨૧ જુલાઈએ મત ગણતરી થવાની છે.
તૃણમૂલ કોંગ્રેસે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી નજીક છે, તેને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પહેલ કરી છે. તેમણે વિભાજનકારી તાકાતો વિરુદ્ધ મજબૂત અને પ્રભાવી વિપક્ષ માટે ૧૫ જૂને કોન્સ્ટીટ્યૂશન ક્લબ દિલ્હીમાં એક સંયુક્ત બેઠકમાં ભાગ લેવા માટે વિપક્ષી મુખ્યમંત્રીઓ અને નેતાઓને પત્ર લખ્યો છે. તેમણે અરવિંદ કેજરીવાલ, કેરલના સીએમ પિનારાઈ વિજયન, નવીન પટનાયક, તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ, તમિલનાડુના એમકે સ્ટાલિન, ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે.
આજની તારીખે રાજ્યોમાં કુલ ૪૭૯૦ ધારાસભ્યો છે. તેના મતનું મૂલ્ય ૫.૪ લાખ (૫,૪૨,૩૦૬) થાય છે. સાંસદોની સંખ્યા ૭૬૭ છે, જેના મતનું કુલ મૂલ્ય પણ આશરે ૫.૪ લાખ (૫,૩૬,૯૦૦) થાય છે. આ રીતે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે કુલ મત લગભગ ૧૦.૮ લાખ (૧૦,૭૯,૨૦૬) છે.
એક ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યની વસ્તી અને ધારાસભ્યોની સંખ્યા હિસાબે નક્કી થાય છે. સાંસદોના મતનું મૂલ્ય ધારાસભ્યોના મતના કુલ મૂલ્યને લોકસભા અને રાજ્યસભાના સાંસદોની સંખ્યા વડે ભાગી નક્કી કરવામાં આવે છે. એનડીએ પાસે ૫,૨૬,૪૨૦ મત છે. યૂપીએના ભાગમાં ૨,૫૯,૮૯૨ મત છે. અન્ય (ટીએમસી, રૂજીઇઝ્રઁ, મ્ત્નડ્ઢ, સપા અને લેફ્ટ) પાસે કુલ ૨,૯૨,૮૯૪ મત છે.ss2kp