સીએસના ૬૫૦ એસોસિયેટ, ૭૦ ફેલો મેમ્બર્સને સર્ટિફિકેટ
અમદાવાદ, ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા આજરોજ પશ્ચિમ રિજન માટે દીક્ષાંત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ૧ ઓક્ટોબર, ૨૦૨૦ થી ૩૧ માર્ચ, ૨૦૨૧ દરમિયાન પ્રવેશ મેળવનારા પશ્ચિમ રિજનના આશરે ૬૫૦ જેટલાં એસોસિયેટ મેમ્બર્સ અને ૭૦ ફેલો મેમ્બર્સને સર્ટિફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતાં. અમદાવાદમાં આયોજિત આ દીક્ષાંત સમારંભમા ૨૬૪ સભ્યોને પ્રત્યક્ષ સર્ટફિકેટ્સ એનાયત કરવામાં આવ્યા હતાં.
ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તેના વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઈન શોર્ટ ટર્મ અભ્યાસક્રમો, રીવિઝન ક્લાસિસ તથા મોક ટેસ્ટ્સ ઉપરાંત ઈ-વિદ્યા વાહિની જેવા ફ્રી વીડિયો લેક્ચર્સનો પ્રારંભ કરી તેના રિમોટ લર્નિંગમાં આમૂલ પરિવર્તન આણ્યું છે. આ ઉપરાંત ૧૫ દિવસના એકેડેમિક ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ૮ દિવસના એન્ટ્રપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તથા ૧૫ દિવસના મેનેજમેન્ટ સ્કીલ્સ ઓરિએન્ટેશન પ્રોગ્રામ જેવા ઓફલાઈન કાર્યક્રમોને પણ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર લઈ જવાયા છે. ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ ઓથોરિટી (આઈએફએસસીએ) દ્વારા કંપની સેક્રેટરીઝને કમ્પ્લાયન્સ ઓફિસર તરીકે માન્યતા પ્રદાન કરી છે.
આ પ્રસંગે સીએસ નાગેન્દ્ર ડી રાવે (પ્રેસિડેન્ટ આઈસીએસઆઈ) જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કંપની સેક્રેટરીઝના વ્યવસાયના પ્રોત્સાહન અને વિકાસના લક્ષ્ય સાથે આઈસીએસઆઈએ લંડન, યુનાઈટેડ કિંગડમ ખાતે ૨૪ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ તથા ૧૯ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ સિંગાપોરમાં પોતાની વિદેશી શાખા શરૂ કરી છે.
ઈન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લાં ૬-૭ મહિના દરમિયાન તેના સભ્યોની કુશળતા, જ્ઞાન અને વ્યાવસાયિક તકોમાં વધારો કરવાના હેતુથી વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ઓનલાઈન ક્રેશ કોર્સિસ તથા સેલ્ફ એસેસમેન્ટ મોડ્યુલ્સ, ઓનલાઈન સર્ટિફિકેટ કોર્સિસનું પણ આયોજન કરવામાં આવે છે. કંપની સેક્રેટરીઝના અભ્યાસમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિવિધ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને તથા આ વ્યવસાય માટેના તેમના અભિગમને ચકાસવા માટે આઈસીએસઆઈ દ્વારા તાજેતરમાં જ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન માટેની ક્વોલિફાઈંગ ટેસ્ટ તરીકે કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (સીએસઈઈટી)ની શરૂઆત કરાઈ છે.SSS