સીજી રોડના વેપારીની બાવીસ કિલો ચાંદી લઈ ગઠીયો ફરાર
અમદાવાદ: માણેકચોક સોનીઓ પાસેથી સોના ચાદીના મેળવીને દાગીના બનાવી આપાત શખ્શે સીજીરોડના એક સોની પાસેથી રૂપિયા સાડા આઠ લાખની કિમતની બાવીસ કિલો ચાદી લઈ જઈને નાસી જતા સોની વેપારીઓને ફફડાટ વ્યાપી ગયો છે આ અંગે વેપારીએ ભાડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે. યશવંતભાઈ પટેલ નવરંગપુરા સીજીરોડ ખાતે ક્રિસ્ટલ કોમ્પલેક્ષમાં ચોકસી યશવંતકુમાર નામની જવેલર્સની દુકાન ધરાવી સોના ચાદીના દાગીનાનો વેપાર કરે છે
છેલ્લા ત્રણ વર્ષથી તે પોતાના દાગીના બનાવવાનુ કામ મૂળ રાજસ્થાનમા ઉદેપુરમાં અને હાલમાં નાગર બોડીની પોળ ચકલેશ્વર મહાદેવ નજીક રાયપુર ખાતે રહેતા બાબુલાલ ગણેશજી ડાગીને આપે છે ૨૯ ફેબ્રુઆરીએ પણ નિત્યક્રમાનુસાર યશવતભાઈએ ફોન કરીને બાબુલાલને બોલાવ્યા હતા અને ચાદીની ઝાઝરીઓમાં ઘુઘરી નાખવાનું કામ આપી રૂપિયા સાડા આઠ લાખ કિમતની ચાદી આપી હતી
જા કે સાતમી માર્ચે ડિલીવરી આપવાનું કરીને ગયેલા બાબુલાલે સમય ઉપર ઝાંઝરી ન આપતા પરીવાર સાથે રફુચક્કર થઈ ગયો હતો જેના પગલે યશવંતભાઈએ બાબુલાલ વિરુદ્ધ છેતરપીડી ફરીયાદ નોધાવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે આશરે દસ દિવસ અગાઉ બગાળનો એક ગઠીયો પણ શહેરના સોની પાસેથી લાખોની સોનું મેળવી ફરાર થઈ ગયો હતો.