Western Times News

Gujarati News

સીજી રોડની આંગડિયા પેઢીની ઓફિસથી ૫૦ લાખની ચોરી

Files Photo

અમદાવાદ: નવરંગપુરાના સીજી રોડ પાર આવેલા સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેક્સમાં આવેલી જેકે એન્ડ કંપની આંગડિયા પેઢીની ઓફિસમાંથી ૫૦ લાખની ચોરી થવા પામી છે. આ આંગડિયા પેઢીની ૪ ઓફિસ નવરંગપુરા વિસ્તારમાં આવેલી છે. જેમાં સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેક્ષની ઓફિસમાં કેશ રાખવામાં આવતી હતી. પેઢીના સંચાલક ચિરાગ ઠક્કરે ૪ કર્મચારીઓ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેકે એન્ડ કંપની આંગડિયા પેઢીના માલિક જયેશ ઈશ્વરલાલ પૂજારા (રહે, પ્લોટ નંબર ૮૪, સેકટર ૪ ગાંધીધામ કચ્છ) અને સેટેલાઈટના જોધપુર ખાતે સત્યમ ઇન્સીગ્નીયામાં રહેતા કલ્પેશ પરષોત્તમદાસ ઠક્કર છે. આ પેઢીના માલિકોની ૪ ઓફિસો નવરંગપુરા ખાતે આવેલી છે. જેમાં એક સીજી રોડ પર ગોલ્ડસુખ કોમ્પ્લેક્ષમાં, બીજી સમુદ્ર એનેક્ષી કોમ્પ્લેક્ષમાં અને ત્રીજી ઓફિસ સીજી રોડ ઈસ્કોન આર્કેડમાં આવેલી છે.

જ્યારે જયેશભાઈ અને કલ્પેશભાઈની ગૌ શાળાની ઓફિસ સીજી રોડ પરના ટેનઈલેવન કોમ્પ્લેક્ષમાં આવેલી છે. જેકે આંગડિયા પેઢીની ગોલ્ડ સુખ કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસ ચિરાગ સુનિલ ઠક્કર (ઉં,૨૭) (રહે, ડાયમન્ડ ગ્રીન્સ, શ્યામવેલી ફ્લેટ સામે,ચાંદખેડા) સંભાળે છે. ચિરાગ ઠક્કર જયેશભાઈનો ભાણીયો અને કલ્પેશભાઈનો ભત્રીજો થાય છે. આથી આ ઓફિસ ચિરાગને ચલાવવા માટે આપી હતી.

ચિરાગ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પેઢીના ચાર કર્મચારીઓ હસમુખ ઇશ્વરલાલ ડાભી (રહે વિશ્વકેતુ બજરંગ આશ્રમ સામે,હીરાવાડી) હિતેન્દ્ર હરિલાલ ઠાકર (રહે, સ્ટેન્ડ સ્ટોન ફ્લેટ,જીવરાજપાર્ક) કૃણાલ તુરખીયા (રહે, સોનાનગર વાળીનાથ ચાર રસ્તા,ચાંદખેડા) અને જીતેન્દ્ર ગોહીલ (રહે, ગુરુકૃપા સોસાયટી, અર્જુન આશ્રમ પાસે,ન્યુ રાણીપ) વિરુદ્ધ રૂ.૫૦ લાખની ચોરી અંગે ફરિયાદ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ, સમુદ્ર કોમ્પ્લેક્ષમાં પૈસા મુકવા માટે રાખેલી ઓફિસ કૃણાલ ખોલે અને બંધ કરે છે. આ ઓફિસની ચાવીઓ ટેનઇલેવન કોમ્પ્લેક્સની ઓફિસના લોકરમાં રાખવામાં આવે છે. હિતેન્દ્ર ઠાકર અને જીતેન્દ્ર ગોહીલ પૈસા લેવા મૂકવાનું કામ અને હસમુખ ડાભી એકાઉન્ટન્ટ તરીકે પેઢીમાં નોકરી કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.