સીજી રોડ પર જવેલરની દુકાનમાં હાથની સફાઈ બતાવી સ્ત્રી પુરુષ ફરાર
અમદાવાદ: સીજીરોડ ઉપર આવેલી એક જવેલરી શોપમાં કેટલાક દિવસો અગાઉ ગ્રાહકનાં સ્વાગમા આવેલા પુરુષ સ્ત્રીએ હાથની સફાઈ બતાવી રૂપિયા ૫૦,૦૦૦ની વીટી સેરવી લીધી હતી. પ્રશાતભાઈ શાહ સીજીરોડ ઉપર આવેલી માલાવાર ગોલ્ડ એન્ડ ડાયમેડ નામની જવેલર્સની દુકાનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે દુકાનમાં સમયાંતરે સ્વેકની ગણતરી થતી રહે છે
કેટલાંક દિવસો અગાઉ તેમણે ગણતરી કરતાં તેમાંથી એક વીટી ઓછી નીકળી હતી જેથી સીસીટીવી ફુટેજ તપાસમાં કેટલાંક દિવસો અગાઉ બપોરનાં સુમારે એક અજાણ્યો પુરુષ સ્ત્રી અકે બાળકને સાથે લઈ આવ્યા હતા જેમણે વીટીઓ જાવા માંગતા રૂપિયા ૫૦૦૦૦ ની કિમતની એક વીટી નજર ચુકવી ખિસ્સામાં સેરવી લીધી હતી બાદમાં ત્રણેય દુકાનમાંથી જતા રહ્યા હતા જેથી પ્રશાંતભાઈએ આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.