સીઝેન ખાને ગ્રીન કાર્ડ માટે તેની સાથે લગ્ન કર્યા હતા
મુંબઈ: થોડા દિવસ પહેલા જ ટેલિવિઝન સીરિયલ કસૌટી જિંદગી કી (૨૦૦૧-૨૦૦૭ દરમિયાન પ્રસારિત થયેલી સીઝન)ના અનુરાગ એટલે કે એક્ટર સીઝેને ખાને પોતાની જિંદગીમાં કોઈ ખાસ વ્યક્તિ હોવાનો ખુલાસો કર્યો હતો. સીઝેને કહ્યું હતું કે, ૨૦૨૧માં તે પોતાની પ્રેમિકા સાથે લગ્ન કરવાનો છે.
જાે કે, હવે મૂળ પાકિસ્તાનની અને યુએસ નાગરિક આયશા પિરાનીએ દાવો કર્યો છે કે તેણે સીઝેન સાથે લગ્ન કર્યા હતા. કથિત રીતે આયશા અને સીઝેનના લગ્ન યુએસમાં ૨૦૧૫થી ૨૦૧૭ વચ્ચે થયા હતા. અમેરિકાથી વાત કરતાં ૪૭ વર્ષીય આયશાએ કહ્યું, તે ૫૦ વખત લગ્ન કરે મને તેનાથી ફરક નથી પરંતુ અગાઉ લગ્ન કરેલા છે.
એ વાત શા માટે છુપાવી રહ્યો છે? તેણે મારી સાથે છેતરપિંડી કરી છે અને યુએસનું ગ્રીન કાર્ડ મેળવવા માટે મારો ઉપયોગ કર્યો છે.તે મારા રૂપિયા પર જીવતો હતો. ગ્રીન કાર્ડ મળ્યા પછી તેણે ડિવોર્સ માટે અરજી કરી હતી. આયશા પાકિસ્તાનમાં રહેતા સીઝેનના પરિવાર સાથે પણ સંબંધ ધરાવે છે.
જ્યારે સીઝેન સાથે આ વિશે વાત કરી ત્યારે તેણે આયશાએ લગાવેલા આરોપો નકાર્યા. સીઝેન ખાને કહ્યું, મેં ક્યારેય તેની સાથે લગ્ન નહોતા કર્યા. તે માત્ર મારી ઓબ્સેસિવ ફેન છે. આવા લોકો વિશે વાત કરવું પણ ખોટું ગણાશે.
તે માત્ર મારા નામે પ્રસિદ્ધિ મેળવવાની કોશિશ કરી રહી છે. તો આ તરફ આયશાના દાવા પ્રમાણે, તેણે પહેલા પતિ પાસેથી ડિવોર્સ સીઝેન માટે લીધા હતા. આયશાએ કહ્યું, “સાચું કહું તો મારા પહેલા લગ્નમાં થોડી સમસ્યા હતી. મુંબઈમાં મારા પતિના ઘરે સીઝેન સાથે મારી મુલાકાત થઈ હતી.
એ વખતે જ સીઝને મારા પ્રત્યે આકર્ષણ બતાવાનું શરૂ કર્યું હતું.” આયશાનો દાવો છે કે પહેલા પતિ સાથે તેના ડિવોર્સ થયા પછી સીઝેન યુએસમાં તેના ઘરમાં રહેવા લાગ્યો હતો. સીઝેન મુંબઈ અને યુએસ વચ્ચે અવારનવાર મુસાફરી કરતો હતો. સીઝેન અને આયશાના લગ્ન ૩ એપ્રિલ ૨૦૧૫ના રોજ થયા હતા, તેવો દાવો કરવામાં આવ્યો છે.