સીટીએમ ટોલનાકા પાસે ગાંજાની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયા
અમદાવાદ, અમદાવાદના સીટીએમ ટોલનાકા પાસેથી ૬૨ કિલો ગાંજાે ઝડપાયો છે. ગાંજાના જથ્થા સાથે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપી વિરેન્દ્રસિંહ દરબાર અને રાજીવ યાદવ કારમાં ગાંજાનો જથ્થો લઈ જઈ રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં કારમાંથી ૬૨ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યા હતો. બંને આરોપ શહેરના ચાંદલોડિયા વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.
નોંધનીય છેકે છેલ્લા ઘણા સમયથી રાજયમાં નશાના કારોબારનો પર્દાફાશ થઇ રહ્યો છે. એટલે કે રાજયમાં યુવાધનને બરબાદ કરવાનું રીતસરનું કારસ્તાન ચાલતું હોવાનું ખુલી રહ્યું છે.
રાજયમાં અવારનવાર ડ્રગ્સ, ગાંજાે અને ચરસનો જથ્થો ઝડપાવાના કિસ્સાઓ જે રીતે વધી રહ્યાં છે તે ચિંતાનો વિષય બન્યો છે.થોડા દિવસ પહેલા રાજયમાં ડ્રગ્સનો કરોડોનો જથ્થો ઝડપાયા બાદ સરકાર અને પોલીસ વિભાગ હરકતમાં આવી હતી. ત્યારે અમદાવાદ સહિત રાજયમાં અનેકવાર ગાંજાનો જથ્થો પણ ઝડપાઇ રહ્યો છે. તે મામલે હવે પોલીસે કડક કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઇ છે. જાે હવે યુવાનોમાં જાગૃતિ નહીં આવે તો ગાંજા સહિતના નશાનું વેચાણ ખુલ્લેઆમ થશે તેમાં નવાઇ નહીં રહે.HS