સીટી સ્કેન કરાવવા આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો
અમદાવાદ, કોરોના વાયરસની બીજી લહેર જે રીતે ગંભીર સાબિત થઈ રહી છે તે જાેતા લોકો હવે સ્વેચ્છાએ તકેદારીના પગલા ભરવા લાગ્યા છે. આવામાં ડબલ માસ્ક, જરુરી જવાઓ, સ્વચ્છતા વગેરે કાળજી રાખવા લાગ્યા છે. આવામાં સામાન્ય લક્ષણ દેખાય પરંતુ એન્ટિજન અને આરટી-પીસીઆર બન્ને નેગેટિવ આવે તો લોકો સીટી સ્કેન માટે પણ આગળ આવી રહ્યા છે.
જાેકે, તાજેતરમાં એમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કરેલા નિવેદનના કારણે લોકો મુઝવણમાં મૂકાયા છે. બીજી તરફ સીટી સ્કેન માટે જતા લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસની તપાસમાં સીટી સ્કેન રિપોર્ટ મહત્વનો સાબિત થતો હોવાની સાથે સંક્રમણ કેટલું ફેલાયું છે તે ચોક્કસ જાણી શકાય છે.
આવામાં ડૉ. ગુલેરિયાએ એક સીટી સ્કેનના લીધે ૩૦૦-૪૦૦ એક્સ-રે એક સાથે લેવામાં આવે તેટલા રેડિયેસનનો સામનો કરવો પડે છે. જેના કારણે લોકો લોકોમાં ડર અને ગભરામણનો માહોલ ઉભો થયો છે. આથી સીટી સ્કેન કરાવવા જતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
અમદાવાદમાં સીટી સ્કેન સેન્ટરો તથા સરકારી હોસ્પિટલમાં અને ખાનગી સેન્ટરો પર કરવામાં આવતી તપાસ માટે આવતા દર્દીઓમાં મોટો ઘટાડો નોંધાયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ડૉ. ગુલેરિયાના નિવેદન પહેલા એક દિવસમાં ૪૦-૫૦ દર્દીઓ કોરોનાનો ચેપ કેટલો ફેલાયો છે તે જાણવા માટે સીટી સ્કેન કરાવવા માટે આવતા હતા, જાેકે, હવે આ સંખ્યા ઘટીને લગભગ અડધા જેટલી થઈ ગઈ છે.
શહેરમાં આવેલા વિવિધ સીટી સ્કેન સેન્ટરો પર તપાસ માટે આવતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ડૉ. ગુલેરિયાના નિવેદન બાદ ઈન્ડિયન રેડિયોલોજિકલ એન્ડ ઈમેજિંગ એસોસિએશનએ એવી સ્પષ્ટતા કરી હતી કે, સીટી સ્કેનથી એટલું ગભરાવાની જરુર નથી.
એસોસિએશનના અધ્યક્ષ ડૉ. સી.અમરનાથે ડૉ. ગુલેરિયાના નિવેદન પર આશ્ચર્ય વ્યક્ત કરીને જણાવ્યું છે કે, દ્ગારિના સીટી સ્કેનથી સંક્રમણની ગંભીરતાની સાથે આગળ કોવિડ મેનેજમેન્ટ માટે પ્રભાવી યોજના બનાવવામાં ઘણી મદદ મળે છે. તેમણે કહ્યું કે ડૉ. ગુલેરિયાના નિવેદનને જવાબદારી વગરનું અને અવૈજ્ઞાનિક પણ ગણાવ્યું હતું અને કહ્યું કે, આનાથી ભ્રમની સ્થિતિ વધશે અને કોરોના સામે ચાલી રહેલી લડાઈમાં નુકસાન થશે.
આ સાથે તેમણે કહ્યું કે આ પ્રકારના નિવેદનથી બચવું જાેઈએ. કારણ કે લોકો પહેલાથી કોરોનાના કારણે ઘણાં પરેશાન છે. જે રીતે એક્સ-રેમાં હાડકામાં ક્રેક પડી છે કે નહીં તેવી તપાસ કરી શકાય છે તે જ રીતે સીટી સ્કેન દ્વારા શરીરના વિવિધ અંગેમાં થયેલી તકલીફ વિશે જાણી શકાય છે. આવામાં ફેફસામાં કોરોનાનું સંક્રમણ કેટલું ફેલાયું છે તે જાણવા માટે સીટી સ્કેન ઉપયોગી સાબિત થાય છે.