સીતાના રોલને લઈને કરીના કપૂર ખાન ટિ્વટર પર ઘેરાઇ
કરીનાએ મેકર્સ સામે રોલ માટે ૧૨ કરોડ ફી માગી છે જ્યારે પહેલાંની ફિલ્મો માટે ૬થી ૮ કરોડ ચાર્જ કર્યો હતો
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન બીજી વખત માતા બન્યા બાદ એક વખત ફરી કામ પર પરત ફરવા તૈયાર છે. સોશિયલ મીડિયા પર તેની પોસ્ટને કારણે ચર્ચામાં રહેલી બેબો વિરુદ્ધ ટિ્વટર પર બોયકોટ કરવાની માંગ ઉઠી છે. જેની પાછળનું કારણ છે એક પૌરાણિક મહાગાથા જેમાં તે સીતાનો રોલ અદા કરવાની છે. જે અંગે ખબર છે કે, તેણે આ ફિલ્મ માટે મેકર્સ પાસે મોટી રકમની ડિમાનડ કરી છે. લોકોનું કહેવું છે કે, કરીના આ રોલને લાયક નથી. આપને જણાવી દઇએ કે, કરીનાએ મેકર્સ સામે આ રોલ માટે ૧૨ કરોડ રૂપિયાની ફી માંગી છે.
જ્યારે કરીનાએ આ પહેલાંની ફિલ્મો માટે ૬થી ૮ કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો. આ ખબરોનાં વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરવાની શરૂ કરી દીધી છે. યૂઝર્સે આ સમાચારનાં સ્ક્રીનશોટ્સ શેર કરતાં કરીનાને બોયકોટ કરવાની માંગ કરી છે. સીતાનાં રોલને કરાણે ટિ્વટર પર હેશટેગ બોયકોટ કરીના કપૂર ખાન ટ્રેન્ડ થઇ રહ્યો છે. લોકોનું કહેવું છે કે, કરીના સીતાનાં કિરદાર અદા કરવાને લાયક નથી તે કોઇ કહે છે કે, તે તૈમૂરની મા છે એટલે રોલ પ્લે નહીં કરી શકે.. તો કોઇ કહે છે કે, આ રોલ માટે ફક્ત હિન્દુ એક્ટ્રેસને જ લેવામાં આવે.
જાેકે, સ્પોટબોયની રિપોર્ટ મુજબ, ફિલ્મનાં રાઇટર કેવી વિજેન્દ્ર પ્રસાદે આ ખબર પર રિએક્શન આપતાં સ્પષ્ટ કર્યું કે, કરીનાને ફિલ્મ ઓફર જ થઇ નથી. જાેકે આ ખબર સામે આવ્યા બાદ પણ ટ્રોલર્સનો ગુસ્સો શાંત થયો ન હતો. વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર ખાન જલ્દી જ આમીર ખાનની સાથે ‘લાલ સિંહ ચડ્ઢા’માં નજર આવવાની છે. આ ફિલ્મ સુપરહિટ ફિલ્મ ‘ધ ફોરેસ્ટ ગંપ’ની હિન્દી રીમેક છે. જેમાં કરીના કપૂર ખાન મહત્વનાં રોલમાં છે. આ ઉપરાંત કરીના કપૂરની પાસે બે ફિલ્મો છે. તે’વીરે દી વેડિંગ ૨’ અને હંસલ મેહતાની એક ફિલ્મમાં કામ કરી રહી છે.