સીતા પર વિવાદિત નિવેદન બાદ સૈફ અલીએ માફી માગી
મુંબઈ: બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન હવે એકવાર ફરી નેગેટિવ રોલ માટે તૈયાર છે. તેઓ જલદી ડાયરેક્ટર ઓમ રાઉતની સાથે ફિલ્મ આદિપુરૂષમા લંકેશ એટલે કે રાવણની ભૂમિકામાં જાેવા મળશે. પરંતુ આ ફિલ્મમાં પોતાની ભૂમિકા વિશે વાત કરતા સૈફ અલી ખાને એક એવુ નિવેદન આપી દીધુ
જેના કારણે લોકોની ભાવનાને ઠેસ પહોંચી અને સૈફ નિશાના પર આવી ગયા છે. હવે સૈફ અલી ખાને પોતાના નિવેદન માટે માફી માગી છે. સૈફ અલી ખાનએ એક નિવેદન જાહેર કરીને કહ્યુ કે, મને તે વાતની માહિતી આપવામાં આવી કે એક ઈન્ટરવ્યૂ દરમિયાન મારા એક નિવેદને વિવાદ અને લોકોની ભાવનાને ઠેસ પહોંચાડી છે.
મારો ઈરાદો ક્યારેય આ પ્રકારનો નહતો. હું ઈમાનદારીથી બધા લોકોની માફી માગવા ઈચ્છુ છું અને મારૂ નિવેદન પરત લઉં છું. ભગવાન રામ હંમેશા મારા માટે ધાર્મિકતા અને વીરતાનું પ્રતિક રહ્યા છે. આદિપુરૂષ અસત્ય પર સત્યની જીતના જશ્ન મનાવવા વિશે છે અને આખી ટીમ મળીને મહાકાવ્યને કોઈ વિકૃતિઓને પ્રસ્તુત કરવાનું કામ કરી રહી છે. મહત્વનું છે કે એક ઈન્ટરવ્યૂ દરમિયાન રાવણની ભૂમિકા વિશે બોલતા સૈફ અલી ખાનએ કહ્યુ હતું કે, એક રાક્ષસ રાજાની ભૂમિકા નિભાવવી ખુબ રસપ્રદ છે, પરંતુ તે એટલા ક્રુર નથી.
તેની આગળ સૈફે જણાવ્યુ, અમે તેને ખુબ મનોરંજક બનાવવાના છીએ. સીતાનું અપરહણ અને રામની સાથે થયેલા યુદ્ધને કારણે અમે ક્લિયર કરતા તેની બહેન માટે બદલાની ભાવનાથી જાેડીને દેખાડવાના છીએ. રાવણની બહેન સૂર્પનખા જેનું નાક લક્ષ્મણે કાપી દીધુ હતું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં જ્યાં સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં જાેવા મળશે તો તેની સામે ભગવાન શ્રીરામની ભૂમિકામાં હશે બાહુબલી સ્ટાર પ્રભાસ. પરંતુ અત્યાર સુધી ફિલ્મમાં સીતા અને લક્ષ્મણની ભૂમિકાને લઈને કોઈ નામ સામે આવ્યું નથી.
આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. ડાયરેક્ટર-પ્રોડ્યૂસર તેને ૧૧ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રિલીઝ કરવાનો પ્લાન બનાવી ચુક્યા છે. તમને જણાવી દઈએ કે સૈફ આ દિવસોમાં સતત દમદાર વિલનોની ભૂમિકામાં જાેવા મળી રહ્યો છે. તાનાજીમાં નકારાત્મક ભૂમિકાથી લોકોના દિલ જીતનાર સૈફ હવે રાવણની ભૂમિકા નિભાવશે.