સીદ્ધરાજ જયસીંહે રૂપાલ આવી માતાજીની પુજા કરી હતી
યાત્રા ધામ રૂપાલ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી, 13 કિલો મીટરના અંતરે આવેલ શ્રી વરદાયિની માતાજીના મંદીરનુ નિર્માણ અનેક વખત થયુ હશે . પરંતુ માતાજી અહિ સુષ્ટિના નિર્માણથી જ બિરાજમાન છે. આધ્યશક્તિ મા નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્રિતિય સ્વરુપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરુપે સ્વયં અહી બિરાજમાન છે.
રૂપાલના પ્રખર વિધવાનોએ પ્રાચીન ધર્મગ્રંથોનો ઉંડો અભ્યાસ સંશોધન કરી તેઓ આધાર લઈ મા શ્રી વરદાયીની માહાત્યમ નામના ગ્રંથની રચના કરી હતી. જે લગભગ અપ્રાય બનતા તેમના વારસદારો પાસેથી શ્રી વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના તે જીર્ણ હાલતમા મેળવી આ ગ્રંથનુ પુન : મુદ્રણ કરાવી લોક સમુદાય આગળ મુકયો છે.
સુષ્ટિના પ્રારંભે અહી દુર્મદ નામનો અતિ બળવાન અને ભયંકર રાક્ષસ રહેતો હતો. તેણે બ્રહ્માજીએ રચેલ સુષ્ટિનો નાશ કરી સ્વયં બ્રહ્માજીને અતિ ત્રાસ આપતા તેઓ શ્રી વરદાયીની માતાજીના પુત્રરુપે શરણે ગયા. શ્રી માતાજીએ તમને પુત્રરુપે સ્તનપાન કરાવી સાત્વના આપી અજેય દૈત્ય દુર્મદ સાથે દારુણ યુદ્ધ કરી તેનો સંહાર કર્યો અને માનસરોવરનુ સ્વયં નિર્માણ કરી પોતે તેમાં સ્નાન કરી પોતાના લોહીવાળા વસ્ત્રો તેમાં ધોયા અને શ્રી વરદાયીની માતાજીયે અહિ જ નિવાસ કર્યો.
ભગવાન શ્રી રામચંદ્ર –ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર ,પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી સૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યુ. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો.
રાજા સિદ્ધરાજ જયસીંહ કળીયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસીંહની માળવાના રાજા યશોવાર્માએ અવગણના કરતા તેની સાથે વેર બાંધતા, એમણે તેઓ યશોવાર્માનો વધ ન કરે ત્યાર સુધી અન્ન ન લેવાની અવિચારી પ્રતિજ્ઞાલઈ અન્નનો ત્યાગ કર્યો અને સેના લઈ માળવા ઉપર ચઢાઈ કરવા પ્રયાસ કર્યુ. રાજા ભૂખના કારણે ખૂબ પીડાવા લાગ્યો, તે અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર પાસે હતો.
રાજા અવિચારી પ્રતિજ્ઞથી ચિતિત અવસ્થામાં નીંદરાધીન થયા ત્યારે માતાજીએ સ્વપ્ન દર્શન આપી કહ્યુ, સવારે ઉઠી ગયાના છાણાનો કિલ્લો બનાવી, તેમાં અડદના લોટનું શત્રુનુ પુતડુ બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે, આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે ત્યારબાદ તુ ચઢાઈ કરજે. માના આશીર્વાદથી યુદ્ધમાં યાશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સીદ્ધરાજ જયસીંહે રૂપાલ આવી માતાજીની પુજા નવેસરથી મંદિર બનાવી, માતાજીની મુર્તિ બનાવી તેની પ્રતિષ્ઠા કરી. સીદ્ધરાજ જયસીંહેને માતાજીએ દર્શન આપ્યા હોય તેઓ વડેચી તરીકે પણ ઓળખાયા.