સીનસપાટા મારનાર અને બાઈક અને કાર વચ્ચે રેસ કરનાર સામે ટાઉન પોલીસની લાલ આંખ,બાઈકર્સ ગેંગના ૮ સામે કાર્યવાહી
મોડાસા શહેરમાં સાંજ પડતાની સાથે કેટલાક લબરમૂછિયા યુવાનો વગર લાયસન્સે આદેળ વાહનો હંકારી શહેરને બાનમાં લેતા હોવાની અનેક ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠવા પામી હતી બેફામ બાઈકો હંકારનાર બાઈક સવારો રેસ યોજી રાત્રી પડતાની સાથે જાણે શહેરને બાનમાં લેતા હોય તેવો માહોલ ઉભો કરી દહેશતનો માહોલ ફેલાવી રહ્યા હતા જેના લીધે સામાન્ય માણસોના જીવ જોખમાય હાલતનું નિર્માણ થતા ટાઉન પીઆઈ એન.જી.ગોહીલ દ્વારા લાલ આંખ કરી ધૂમ સ્ટાઇલ બાઈક હંકારનાર સામે ડિટેઈનની કામગીરી શરૂ કરી છે રાણાસૈયદ-કોલીખડ હાઈવે પર કાર અને બાઈક વચ્ચે રેસ લગાવનાર રાણાસૈયદના ૮ યુવકોએ વીડિયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ટાઉન પોલીસ હરકતમાં આવી નેત્રમ કેમેરાની મદદથી ૮ યુવકોની અટકયાત કરી ૬ બાઈક અને એક કાર ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા શહેરના માલપુર રોડ,મેઘરજ રોડ અને ડીપ વિસ્તાર સહીત બાયપાસ રોડ પર રાત્રી થતાની સાથે ટ્રાફીકના નીયમોની ઐસીતૈસી કરી જુદી-જુદી બાઈકર્સ ગેંગ રેસ લગાવી ભયનો માહોલ પેદા કરતા પોલીસતંત્ર આવી બાઈકર્સ ગેંગને ઝડપી પાડી કાયદાના પાઠ ભણાવી રહી છે ટાઉન પોલીસે લાલ આંખ કરતા બાઈકર્સ ગેંગ હાલ પુરતી સ્થળ બદલી હાઈવે પર રેસ લગાવી રહી છે
મોડાસા શહેરના રાણાસૈયદ વિસ્તારના ૮ યુવકોએ મોડાસા-ધનસુરા હાઈવે પર બાઈક અને કાર વચ્ચે રેસ લગાવી જાણે પોલીસનો ડર ન હોય તેમ બિંદાસ્ત રેસનો વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા બાઈક અને રેસનો વિડીયો ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચતા ટાઉન પોલીસને શખ્ત કાર્યવાહીના આદેશ આપતા ટાઉન પોલીસ દોડતી થઇ હતી અને શહેરના પ્રવેશ્દ્વાર પર લાગેલ નેત્રમ કેમેરાનું રેકોર્ડીંગ ચેક કરી રેસ લગાવનાર ૮ યુવકો તેમજ ૬ બાઈક અને એક કાર મળી કુલ.રૂ.૩.૬૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૮ યુવકોની અટકાયત કરી લીધી હતી
કાર અને બાઈકો વચ્ચે રેસ લગાવનાર બાઈકર્સ ગેંગ રાણાસૈયદના ૮ યુવકોના નામ વાંચો
૧)રોશનઅલી અયુબભાઈ મુલતાની ૨)ફઝલઅલ્લી મહંમદભાઈ મુલતાની ૩)ગુલામહુસેન પીરમહંમદ મુલતાની ૪)મોહસીન સાકીરભાઈ મુલતાની ૫)અકીલ હસનભાઈ મુલતાની ૬)મહંમદ રસીદ ફકીરમહંમદ મુલતાની ૭)અઝરૂદ્દીન અલીમહંમદ મુલતાની
૮)મોહસીન પીરમોહમ્મ્દ મુલતાની