Western Times News

Gujarati News

સીનિયર ખેલાડીઓ રેગિંગ કરતા હતા : સુરેશ રૈના

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્‌સમેન સુરેશ રૈના હાલમાં જ તેમની ઓટોબાયોગ્રાફી મ્ીઙ્મૈીદૃીના માધ્યમથી પોતાના ક્રિકેટ કરિયરના ઘણા મોટા ખુલાસા કર્યા છે. રૈનાએ ભારતીય ટીમના પૂર્વ કોચ ગ્રેગ ચેપલને લઇને પણ ઘણી વાતો કરી હતી. હવે રૈનાએ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમને લઇને એક સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે. જ્યાં એક તરફ સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળની આખી ટીમ ઈન્ડિયા મુખ્ય કોચ ગ્રેગ ચેપલની ટીકા કરતી હતી,

જ્યારે રૈનાએ ઘણી વાર એમના પુસ્તકમાં કહ્યું છે કે ચેપલ એક મહાન કોચ હતા. દરમિયાન રૈનાએ વધુ એક વાત જાહેર કરીને સનસનાટી મચાવી છે. રૈનાએ કહ્યું કે ઘણી વખત સિનિયર ખેલાડીઓ તેની મજાક ઉડાવતા હતા. અહેવાલ મુજબ, રૈનાએ તેના પુસ્તકમાં લખ્યું છે, મને હજી યાદ છે કે ટીમના એક વરિષ્ઠ ખેલાડીએ મારો મજાક ઉડાવ્યો હતો અને એમ પણ કહ્યું હતું કે તમે જ એક છો જે વધારાના પ્રેક્ટિસ સેશન મેળ છે. એવું લાગી રહ્યું હતું કે માત્ર હું જ મેચમાં રમવા જઈ રહ્યો છું.

રૈનાનું આ નિવેદન એકદમ આઘાતજનક છે, કારણ કે તે સમયે જ્યારે તેણે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો હતો, ત્યારે ઘણા દિગ્ગજ ખેલાડીઓ તે ટીમમાં ભાગ લેતા હતા. સુરેશ રૈનાએ તેમના પુસ્તક બજારમાં આવવાનું છે. આ પુસ્તકમાં, તેમણે ચેપલથી સંબંધિત વાતોનો ઉલ્લેખ કર્યો છે. સુરેશ રૈનાએ આ પુસ્તકમાં લખ્યું છે કે ચેપલ ક્યારેય ખોટા નહોતા કારણ કે તે હંમેશા ટીમમાં સુધાર લાવવા માટે સખત મહેનત કરતા હતા અને કોઈ પણ ખેલાડીનું સમર્થન કરતા ન હતા. ટીમની હાર બાદ ચેપલ ખૂબ કડક હતા, પરંતુ તેમની ટીકાના મોટા ભાગ વરિષ્ઠ ખેલાડીઓ પર હતો.

હું સંમત છું કે ચેપલે દાદા (સૌરવ) અને સચિન પ્રત્યે વધુ માન દેખાળવું જાેઈએ. તમને જણાવી દઈએ કે સુરેશ રૈનાએ ચેપલની પહેલી શ્રેણી દરમિયાન શ્રીલંકામાં વનડે ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ તેની કારકિર્દીમાં ભારત માટે ૨૨૬ વનડે મેચ રમી હતી અને ૫૬૧૫ રન બનાવ્યા હતા. આ સાથે તેણે ૩૬ વિકેટ પણ લીધી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.