સીબીઆઇએ કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમના નજીકના મિત્રની ધરપકડ કરી

નવીદિલ્હી, કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમના નજીકના સહયોગીની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલના દરોડા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કાર્તિ ચિદમ્બરમના નજીકના સાથી ભાસ્કર રમનની સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
તેમના પર લાંચ લેવા અને ભ્રષ્ટાચારનો આરોપ છે.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે કાર્તિ ચિદમ્બરમના ૯ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ચીન સાથે જાેડાયેલા એક મામલાને લઈને થઈ છે. જેમાં ભાસ્કર રમનની પણ ધરપકડ કરવામાં આવી છે.
સીબીઆઇએ મંગળવારે લોકસભા સાંસદ કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ નવો કેસ નોંધ્યો છે. પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ પર ૨૫૦ ચીની નાગરિકોને ભારતીય વિઝા અપાવવાનો આરોપ છે, જેના બદલામાં તેણે ૫૦ લાખની લાંચ લીધી હતી.
મંગળવારે સીબીઆઈની ટીમે કાર્તિ ચિદમ્બરમના ઘર અને ઓફિસ સહિત ૯ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા ચેન્નાઈ, દિલ્હી વગેરેમાં કરવામાં આવ્યા હતા. મુંબઈમાં ત્રણ, કર્ણાટકમાં એક અને પંજાબ અને ઓડિશામાં એક-એક જગ્યાએ સીબીઆઈના દરોડા પાડવામાં આવ્યા હતા.
જે કેસમાં સીબીઆઈએ નવો કેસ નોંધ્યો છે, તે કેસમાં પહેલાથી જ તપાસ ચાલી રહી હતી. ઝ્રમ્ૈંનો આરોપ છે કે કાર્તિ ચિદમ્બરમે યુપીએ શાસન દરમિયાન ૨૫૦ ચીની નાગરિકોને વિઝા અપાવ્યા હતા, જેના બદલામાં તેમણે ૫૦ લાખ રૂપિયાની લાંચ લીધી હતી.
સીબીઆઈના જણાવ્યા અનુસાર, આ ચીની નાગરિકો ભારતમાં આવીને કોઈ પાવર પ્રોજેક્ટ માટે કામ કરવા માંગતા હતા. આરોપ છે કે આ ૨૦૧૦ થી ૨૦૧૪ વચ્ચે થયું હતું. પ્રારંભિક તપાસ બાદ સીબીઆઈએ આ મામલામાં એફઆઈઆર નોંધી હતી.
કાર્તિ ચિદમ્બરમ પર ગેરકાયદેસર રીતે વિઝા મેળવવા માટે વધારાના ચીની કામદારોની મદદ કરવાનો આરોપ છે. આ લોકો પંજાબના માનસામાં થર્મલ પાવર પ્લાન્ટ (તલવંડી સાબો પાવર પ્લાન્ટ)માં કામ કરવા આવ્યા હતા. ચીનની કંપની શેનડોંગ ઇલેક્ટ્રિક પાવર કન્સ્ટ્રક્શન કોર્પ તેનું કામ જાેઈ રહી હતી.
મળતી માહિતી મુજબ, પ્રોજેક્ટ સમય કરતાં પાછળ ચાલી રહ્યો હતો. કાર્યવાહી ટાળવા માટે, તલવંડી સાબો પાવર લિમિટેડ વધારાના ચાઈનીઝ કામદારોને લાવવા માંગતી હતી. પરંતુ વિઝા સીલ થવાના કારણે આ કર્મચારીઓ આવી શક્યા ન હતા.
ત્યારબાદ કંપનીએ કાર્તિ સાથે વાત કરી અને તેણે કથિત રીતે પાછલા બારણે પ્રવેશની પદ્ધતિ જણાવી. કાર્તિના કહેવા પર ગૃહ મંત્રાલયે અરજી કર્યાના એક મહિનાની અંદર વિઝા આપી દીધા હતા. આરોપ છે કે આ માટે નકલી રસીદો દ્વારા કાર્તિને કરોડોની ચૂકવણી કરવામાં આવી હતી.
આઇએનએકસ મીડિયા કેસની તપાસ દરમિયાન સીબીઆઇને આ વાતની જાણ થઈ હતી. કાર્તિનું નામ આઇએનએકસ મીડિયા કેસમાં પણ છે, જેમાં તેની સામે તપાસ ચાલી રહી છે. આ તપાસ ફોરેન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ ક્લિયરન્સને લઈને ચાલી રહી છે.
તપાસ દરમિયાન સીબીઆઈને ૫૦ લાખ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની ખબર પડી. આરોપ છે કે આ એ જ પૈસા હતા જે ચીની કર્મચારીઓને વિઝાના બદલામાં ગેરકાયદેસર રીતે મળ્યા હતા.HS